Home> India
Advertisement
Prev
Next

New Survey: PM મોદીનો મુકાબલો કરવા સોનિયા-રાહુલ ગાંધી કેટલા તૈયાર છે? જાણો શું કહે છે નવો સર્વે

New Survey on Rahul Gandhi, Sonia Gandhi: IANS અને C-Voter દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ 44.44 ટકા લોકો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. આ સર્વે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કરવામાં આવ્યો હતો.

New Survey: PM મોદીનો મુકાબલો કરવા સોનિયા-રાહુલ ગાંધી કેટલા તૈયાર છે? જાણો શું કહે છે નવો સર્વે

New Survey on Rahul Gandhi, Sonia Gandhi: ભાજપનો મુકાબલો કરવા કોંગ્રેસે તાજેતરમાં ઉદયપુરમાં ચિંતન શિવરનું આયોજન કર્યું અને આગળનો રોડ મેપ બનાવ્યો. જો કે નવા સર્વેમાં કોંગ્રેસની ચિંતા ઓછી થવાને બદલે વધી ગઈ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશના લગભગ અડધા અડધ લોકો રાહુલ ગાંધીના કામ કરવાની રીતથી બિલકુલ ખુશ નથી. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની લોકપ્રિયતામાં પણ ભારે ઘટાડો થયો છે. જેના કારણે કોંગ્રેસમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે.

fallbacks

44.44 ટકા લોકો રાહુલ ગાંધીના કામથી સંતુષ્ટ નથી
IANS અને C-Voter દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ 44.44 ટકા લોકો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. આ સર્વે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કરવામાં આવ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કામથી કેટલા સંતુષ્ટ છો, તો આસામમાં સર્વેમાં સામેલ 36.41 ટકા લોકોએ કહ્યું હતું કે બિલકુલ સંતુષ્ટ નથી. તે જ સમયે, 20.35 ટકા લોકોએ થોડા અંશે સંતુષ્ટ કહ્યું, જ્યારે 15.31 ટકા લોકોએ 'ખૂબ સંતુષ્ટ છીએ એવું જણાવ્યું હતું. 

કેરળમાં 29.27 ટકા લોકો રાહુલ ગાંધીના કામથી ખૂબ સંતુષ્ટ હતા, 30.11 ટકા કંઈક અંશે સંતુષ્ટ હતા અને 29.45 ટકા લોકોએ સંતુષ્ટ શ્રેણી પસંદ કરી હતી. તામિલનાડુમાં સર્વેમાં સામેલ 23.89 ટકા લોકો રાહુલ ગાંધીના કામથી ઘણા સંતુષ્ટ છે. બીજી તરફ 41.20 ટકાએ કહ્યું કે તેઓ અમુક અંશે સંતુષ્ટ છે અને 17.6 ટકાએ કહ્યું કે તેઓ સંતુષ્ટ નથી. 

હાય રે મોંઘવારી! છેલ્લા 6 દિવસમાં બીજી વખત વધ્યા CNGના ભાવ, જાણો હવે તમારા શહેરમાં શું છે કિંમત?

બંગાળ-પુડુચેરીમાં લોકપ્રિયતા ઘટી
પશ્ચિમ બંગાળમાં 42.26 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. જ્યારે 27.81 ટકાએ કહ્યું કે તેઓ કંઈક અંશે સંતુષ્ટ છે અને 22.91 ટકા લોકોએ અત્યંત સંતુષ્ટ શ્રેણી પસંદ કરી છે. પુડુચેરીમાં 41.95 ટકા લોકોએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. જ્યારે 19.01 ટકાએ કંઈક અંશે સંતુષ્ટ અને 17.08 ટકા ખૂબ જ સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું.

તમામ 5 રાજ્યો સહિત 44.44 ટકા લોકોએ જણાવ્યું છે કે તેઓ રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. જ્યારે 19.92 ટકાએ કંઈક અંશે સંતુષ્ટ અને 18 ટકાએ ખૂબ જ સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું.

સોનિયાને નાપસંદ કરનારા લોકોની સંખ્યામાં વધારો
આ જ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં લોકો સોનિયા ગાંધીના કામને નાપસંદ કરવા લાગ્યા છે, જેના કારણે તેમની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. સર્વે અનુસાર લગભગ 46 ટકા લોકોએ કહ્યું કે તેઓ સોનિયા ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. જ્યારે 19.43 ટકા લોકો કંઈક અંશે સંતુષ્ટ હતા અને 17.14 ટકા લોકોએ સોનિયા ગાંધીના કામથી ખૂબ જ સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. આ જ સર્વેમાં જાણવા મળ્યું છે કે સોનિયા ગાંધીની લોકપ્રિયતા રેટિંગમાં 9.4 ટકાનો ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More