Home> India
Advertisement
Prev
Next

મંત્રીઓના રાજીનામા બાદ રાજભવન પહોંચ્યા ગેહલોત, શું CM પદેથી આપશે રાજીનામું?

રાજસ્થાન પોલિટિક્સમાં એક નવો ભૂકંપ આવી ગયો છે. શનિવારે સાંજે એક બેઠક બાદ રાજસ્થાન કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. આ મામલે રવિવારે બપોરે 2 વાગે મીટિંગ થવાની છે.

મંત્રીઓના રાજીનામા બાદ રાજભવન પહોંચ્યા ગેહલોત, શું CM પદેથી આપશે રાજીનામું?

નવી દિલ્હી: રાજસ્થાન પોલિટિક્સમાં એક નવો ભૂકંપ આવી ગયો છે. શનિવારે સાંજે એક બેઠક બાદ રાજસ્થાન કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. આ મામલે રવિવારે બપોરે 2 વાગે મીટિંગ થવાની છે. પરંતુ તાજેતરમાં વધું એક અપડેટ એ પણ છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પોતે રાજભવન પહોંચ્યા છે. 

fallbacks

ગેહલોત સાથે બેઠક દરમિયાન મંત્રીઓએ સોંપ્યા રાજીનામા
રાજસ્થાન મંત્રી પરિષદની બેઠક શનિવારે સાંજે મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં યોજાઇ જેમાં તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપ્યા. આ જાણકારી રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ (Pratap Singh Khachariyawas) એ મંત્રીપરિષદની બેઠક બાદ આપી. આ બેઠક બાદ ખાચરિયાવાસે કહ્યું કે 'મંત્રીપરિષદની બેઠક મુખ્યમંત્રી ગેહલોતની અધ્યક્ષતામાં થઇ. જેમાં તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.'

કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 21 નવેમ્બરના રોજ અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાઇ શકે છે અને આજે સાંજે સીએમ ગેહલોત રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસોથી રાજસ્થાન કોંગ્રેસમાં થોડા દિવસોથી રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલોટ જૂથ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથ વચ્ચે ખેંચતાણના સમાચાર સામે આવતા રહ્યા છે. એવામાં કોંગ્રેસ હાઇકમાન્ડ રાજસ્થાન સરકારમાં મોટો ફેરફાર કરવાના મૂડમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More