Home> India
Advertisement
Prev
Next

આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત

જાણતા અજાણતા જ ક્યારેક આપણે એવી મોટી ભૂલ કરી બેસીએ છીએ કે તેનું ગંભીર પરિણામ આવે છે. નવજાત બાળકોને કઈ પણ પીવડાવતી વખતે ખુબ ધ્યાન રાખવું પડે છે.

આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત

નવી દિલ્હી: જાણતા અજાણતા જ ક્યારેક આપણે એવી મોટી ભૂલ કરી બેસીએ છીએ કે તેનું ગંભીર પરિણામ આવે છે. નવજાત બાળકોને કઈ પણ પીવડાવતી વખતે ખુબ ધ્યાન રાખવું પડે છે. હરિયાણાના ફરીદાબાદમાં અજાણતા જ નવજાત બાળકને ચા પીવડાવવાના કારણે બાળકને ફેફસામાં ઈન્ફેક્શન થઈ ગયું અને ત્યારબાદ તેને બીકે હોસ્પિટલમાં દાખલ કરાયું. જ્યાં ડોક્ટરે તે બાળકને દિલ્હી રેફર કર્યું પરંતુ ઘરવાળા ન લઈ ગયાં અને બાળકનું બુધવારે મોત થયું. 

fallbacks

ડોક્ટરનું કહેવું છે કે નવજાત બાળકીને પરિજનો તરફથી ચા, પાણી, દહીં વગેરે વસ્તુઓ અપાતી હતી. જેના કારણે તેને ફેફસામાં ઈન્ફેક્શન થઈ ગયું. ડોક્ટરે જણાવ્યું કે ફરીદાબાદ નિવાસી સપનાની 3 વર્ષની નવજાત બાળકી હતી. જન્મ બાદથી જ તેને ચા, કોફી, દહી, દૂધ વગેરે પીવડાવતી હતી. 

જુઓ LIVE TV

ઈન્ફેક્શન થવાના કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઉપચાર માટે તરત બીકે હોસ્પિટલમાં પહેલા માળે નીકુ વોર્ડમાં લાવવામાં આવી. અહીં નવજાત બાળકીને લગભગ 24 કલાક સુધી સારવાર હેઠળ રખાઈ. ડોક્ટરે જણાવ્યું કે ઘરવાળાને નવજાતની હાલત અંગે પહેલા જ જણાવી દેવાયું હતું. બુધવારે સવારે નીકુ વોર્ડમાં જ બાળકીનું મોત થયું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More