યમનની જેલમાં બંધ ભારતની નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલ પૂરતું ટળી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકરે તેની ફાંસીની સજા રોકવામાં સફળતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો છે. ગ્રાન્ડ મુફ્તી અને પીડિતાના પરિવારની સાથે એના પર ચર્ચા ચાલી રહી છે કે શું નિમિષા પ્રિયાને માફ કરી શકાય છે કે નહીં.
પીડિત પરિવાર સાથે વાત કરશે મુફ્તી
નિમિષાની ફાંસીની સજા સ્થગિત થવા અંગે કંથાપુરમને કહ્યું કે ઈસ્લામમાં એક એવો કાયદો છે કે જે પીડિતના પરિવારને હત્યા કરનારાને માફી આપવાની મંજૂરી આપે છે. તેમણે કહ્યું કે તેઓ ભલે પીડિતના પરિવારને જાણતા નથી પરંતુ આમ છતાં તેમણે યમનના કેટલાક સ્કોલર્સનો સંપર્ક કર્યો અને તેમને પીડિતના પરિવાર સાથે વાતચીતનો આગ્રહ કર્યો. મુફ્તીએ કહ્યું કે, ઈસ્લામનો એક અલગ કાયદો છે. જો હત્યારાને મોતની સજા સંભળાવવામાં આવે તો પીડિતના પરિવારને ક્ષમાદાનનો અધિકાર છે. મને નથી ખબર કે આ પરિવાર કોણ છે પરંતુ મે દૂરથી જ યમનમાં જવાબદાર વિદ્વાનોનો સંપર્ક કર્યો. મે તેમને મુદ્દાઓને સમજાવ્યા. ઈસ્લામ એક એવો ધર્મ છે કે જે માનવતાને ખુબ મહત્વ આપે છે.
ફાંસી સ્થગિત થઈ
ગ્રાન્ડ મુફ્તી મુજબ જે યમની ઈસ્લામી સ્કોલર્સ જોડે તેમણે હસ્તક્ષેપ કરવા માટે સંપર્ક કર્યો હતો તેમણે મુલાકાત અને ચર્ચા કરતા કહ્યું કે તેઓ જે કરી શકે છે તે કરશે અને તેમણે કહ્યું કે હવે જ્યારે સ્થગનને અંતિમ સ્વરૂપ અપાયું તો તેનાથી પીડિત પરિવાર સાથે ચાલી રહેલી ચર્ચાને આગળ વધારવાની તક મળી છે. તેમણે કહ્યું કે જ્યારે મે તેમને હસ્તક્ષેપ કરવાનું અને કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો તો સ્કોલર્સે કહ્યું કે તે જે કરી શકે છે તે કરશે. તેમણે હવે ઓફિશિયલી સૂચિત કર્યું છે અને એક ડોક્યુમેન્ટ મોકલ્યો છે જેમાં કહેવાયું છે કે ફાંસીની સજા સ્થગિત કરવામાં આવી છે. જેનાથી ચાલી રહેલી ચર્ચાઓને આગળ વધવારમાં મદદ મળશે. તેમણે કહ્યું કે, મે કેન્દ્ર સરકારને પણ ચર્ચા અને પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા છે. મે પીએમ ઓફિસને પણ એક પત્ર મોકલ્યો છો.
કોણ છે નિમિષા પ્રિયા
ગ્રાન્ડ મુફ્તીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે આ મંગળવાર 15 જુલાઈ 2025ના રોજ યમન ગણરાજ્યના વિશેષ અપરાધિક ન્યાયાલયના લોક અભિયોજન દ્વારા આપવામાં આવેલો ફેસલો છે. જેમાં લખ્યું છે કે એ સૂચિત કરાય છે કે એટોર્ની જનરલના નિર્દેશના આધારે નિમિષા પ્રિયાની મોતની સજા, જેને બુધવારે 16 જુલાઈ 2025ના રોજ અમલમાં લાવવાની હતી તે સ્થગિત કરાઈ છે. આગામી નોટિફિકેશન સુધી ફાંસીની સજા સ્થગિત કરાય છે. અત્રે જણાવવાનું કે નિમિષા પ્રિયાને જુલાઈ વર્ષ 2017માં પોતાના યમની બિઝનેસ પાર્ટનરની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. વર્ષ 2020માં એક યમની કોર્ટ તરફથી મોતની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ નવેમ્બર 2023માં સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ તરફથી નિમિષા પ્રિયાની અપીલ ફગાવવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે