નવી દિલ્હીઃ 2012 Delhi Nirbhaya case: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારો વિરુદ્ધ ડેથ વોરંટ જારી કરી દીધું છે. દોષીઓને ફાંસી આપવા માટે 22 જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ફાંસીથી બચવા માટે નિર્ભયાના દોષીઓ પાસે દયા અરજીનો વિકલ્પ હજુ બચ્યો છે.
જેલ સૂત્રો અનુસાર, દોષીઓ માટે ડેથ વોરંટ જારી કર્યાં બાદ ફાંસીની પ્રક્રિયા પૂરી થવામાં આશરે છ કલાકનો સમય લાગશે. આ પ્રથમ ઘટના બનશે, જ્યારે તિહાડ જેલ નંબર-3માં બનેલું ફાંસી ઘર આટલા સમય માટે ખુલ્લુ રહેશે. આ દરમિયાન જેલ નંબર ત્રણ બંધ રહેશે.
ફાંસી આપવાની પ્રક્રિયા
જેલ સૂત્રો અનુસાર કોઈ દોષીને જે દિવસે ફાંસી આપવામાં આવે છે, તે દિવસે સવારે પાંચ કલાકે ઉઠાડવામાં આવે છે. સ્નાન બાદ તેને ફાંસી ઘરની સામે ખુલ્લા યાર્ડમાં લાવવામાં આવે છે. અહીં જેલ અધિક્ષક, ઉપ અધિક્ષક, મેડિકલ ઓફિસર, સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા સુરક્ષા કર્મચારી હાજર રહે છે. મેજિસ્ટ્રેટ દોષીને તેની છેલ્લી ઈચ્છા પૂછે છે. આ દરમિયાન સામાન્ય રીતે સંપત્તિ કોના નામે કરવી કે કોઈને પત્ર લખવાી વાત સામે આવતી રહી છે. આશરે 15 મિનિટનો સમય દોષીની પાસે રહે છે.
Nirbhaya case: કોર્ટના ચુકાદા બાદ બોલ્યા નિર્ભયાના માતા- મારી પુત્રીને મળ્યો ન્યાય
ત્યારબાદ જલ્લાહ દોષી કાળા કપડા પહેરે છે. તેના હાથને પાછળ કરીને દોરડાથી કે હાથકડીથી બાંધી દેવામાં આવે છે. અહીંથી આશરે 100 ડગલાના અંતર પર બનેલા ફાંસી ઘરમાં કેદીને લઈ જવાની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાં પહોંચ્યા બાદ દોષી કેદીને છત પર લઈ જવામાં આવે છે. અહીં જલ્લાદ તેને મોઢા પર કાળા કલરનું કપડુ બાંધીને ફાંસીનું દોરડું નાખે છે. ત્યારબાદ દોષીના પગને દોરડાથી બાંધી દેવામાં આવે છે. જ્યારે જલ્લાદ પોતાની વ્યવસ્થાથી સંતોષ થઈ જાય, ત્યારે તે જેલ અધિક્ષકને અવાજ આવીને જણાવે છે કે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આગળનો આદેશ આપો.
મેડિકલ ઓફિસર જારી કરે છે મૃત્યુ પ્રમાણપત્ર
જ્યારે જેલ અધિક્ષક હાથ હલાવીને ઇશારો કરે છે, જલ્લાદ લીવર ખેંચે છે. એક જ ઝાટકામાં દોષી ફાંસી પર લટકી જાય છે. તેના બે કલાક બાદ મેડિકલ ઓફિસર ફાંસી ઘરની અંદર જઈને નક્કી કરે છે કે લટકી રહેલા વ્યક્તિનું મોત થયું છે કે નહીં. અંતમાં મેડિકલ ઓફિસર મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કરે છે. કેદીને મેજિસ્ટ્રેટની સામે લાવવા અને મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવાની પ્રક્રિયામાં આશરે ત્રણ કલાકનો સમય લાગે છે.
નિર્ભયાના ગુનેગારોને ફાંસી, જાણો શું છે ફાંસીની સજાની જોગવાઈ અને અપીલની પ્રક્રિયા
એક સમયે બે લોકોને ફાંસી
તિહાડ જેલ સંખ્યા ત્રણમાં જે ફાંસી ઘર બનેલું છે, તેમાં એક સમયે વધુમાં વધુ બે દોષીઓને ફાંસી પર લટકાવી શકાય છે. જો નિર્ભયાના દોષીઓને ફાંસી આપવામાં આવે તો આ કાર્ય બે અલગ-અલગ તબક્કામાં થઈ શકે છે. જો આ રીતે ચારેય દોષીઓને ફાંસી આપવાની પ્રક્રિયામાં આશરે છ કલાક લાગશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે