Home> India
Advertisement
Prev
Next

નિર્ભયા કેસઃ ચારેય દોષીતોના પરિવારનો ભાવુક નિર્ણય, રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માગ


નિર્ભયા કેસમાં ચારેય દોષીતોના પરિવારજનો તરફથી વધુ એક નવો દાવ રમવામાં આવ્યો છે. 
 

નિર્ભયા કેસઃ ચારેય દોષીતોના પરિવારનો ભાવુક નિર્ણય, રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માગ

નવી દિલ્હીઃ નિર્ભયા કેસ (Nirbhaya Case)માં ચારેય દોષીતોના પરિવારજનોએ વધુ એક નવો દાવ ખેલ્યો છે. હકીકતમાં હવે ચારેય દોષીતોના પરિવારજનોએ રાષ્ટ્રપતિ પાસે પોતાના ઇચ્છા મૃત્યુની માગ કરી છે. કુલ 13 લોકોએ રાષ્ટ્રપતિ પાસે આ માગ કરી છે. તેમાં મુકેશના પરિવારના 2, પવન-વિનયના 4-4 અને અક્ષયના પરિવારના 3 સભ્યો સામેલ છે. પરંતુ કાયદાકીય પત્રનો કોઈ મતલબ નથી અને કાયદામાં આવી કોઈ ઈચ્છા મૃત્યુની જોગવાઈ નથી. 

fallbacks

fallbacks

નિર્ભયાના દોષીતોને 20 માર્ચે થશે ફાંસી
મહત્વનું છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષીતો માટે નવું ડેથ વોરંટ જારી કર્યું હતું. દોષીતોને 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવશે. 

નિર્ભયાના ગુનેગારોને 20 માર્ચે સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલા કોર્ટે ત્રણ વખત ડેથ વોરંટ જારી કર્યું હતું. આ પહેલાં ત્રણ વખત દોષીતોની ફાંસી ટાળવામાં આવી છે. દોષી અંતિમ સમય સુધી કાયદાના પેંતરાનો ઉપયોગ કરતા રહ્યાં હતા. પરંતુ પવનની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નકાર્યા બાદ ચારેય દોષીતોના તમામ કાયદાકીય વિકલ્પો સમાપ્ત થઈ ચુક્યા છે. તેવામાં 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી આપવાનો માર્ગ મોકળો બન્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More