નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન કરી છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ 2 માર્ચે સુનાવણી કરશે. પવને પોતાની અરજીમાં કહ્યું કે, તે ઘટના સમયે સગીર હતો. આ મામલામાં તેની રિવ્યૂ પિટિશન નકારવામાં આવી ચુકી છે.
પવને હવે ક્યૂરેટિવ અરજી દાખલ કરી છે. પવનની પાસે હજુ દયા અરજીનો વિકલ્પ બાકી છે. આ પહેલા બાકી ત્રણેયની ક્યૂરેટિવ અને દયા અરજી પણ નકારી દેવામાં આવી છે.
દોષીતોને 3 માર્ચે ફાંસી આપવાની છે
નિર્ભયાના ગુનેગારોને 3 માર્ચે ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પવનની ક્યૂરેટિવ અરજી દાખલ કર્યા બાદ તેણે જો દયા અરજી દાખલ કરી તો ફાંસીની તારીખ ટળી શકે છે કારણ કે દયા અરજી પેન્ડિંગ રહેવા દરમિયાન ફાંસી ન આપી શકાય.
ફાંસીની સજા ટાળવા પવનના વકીલની અપીલ
આ વચ્ચે દોષી પવન તરફથી તેના વકીલ એપી સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં ફાંસી પર પ્રતિબંધ લગાવવા અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન પેન્ડિંગ હોવાના આધાર પર કરશે માગ. સિંહે કહ્યું, 'એક દોઢ કલાકમાં તમને પૂરી જાણકારી મળી જશે. હા હું અરજી દાખલ કરી રહ્યો છું.' બીજી તરફ તિહાડ જેલે પણ કોર્ટને દોષીની અરજી પેન્ડિંગ હોવાની જાણકારી આપી દીધી છે.
દિલ્હી હાઈકોર્ટમાં પણ એક અરજી
બીજીતરફ નિર્ભયા મામલામાં મોતની સજા પામેલા ચારેય દોષીતોની શારીરિક અને માનસિક સ્થિતિને જાણવા માટે એનએચઆરસીને નિર્દેશ આપવાની માગને લઈને શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે