નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની સ્થિતિ છે જેના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા છે. આ સમાચાર વચ્ચે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) મોટી રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ પૈસા સીધા ગરીબોના એકાઉન્ટમાં જશે. આ સિવાય દરેક ગરીબને આવતા ત્રણ મહિના સુધી 5 કિલો વધારાનું અનાજ ફ્રી મળશે. પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને એનો લાભ મળશે.
નિર્મલા સીતારામને કહ્યું છે કે જે કોરોના કમાન્ડો આ લડાઈ લડી રહ્યા છે તેમને 50 લાખ રૂપિયાનું લાઇફ ઇન્શ્યોરન્સ આપવામાં આવશે. આ રીતે 20 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને વીમા કવર આપવામાં આવશે.
નિર્મલા સીતારામને કરેલી જાહેરાત પ્રમાણે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખવામાં આવશે અને 8.60 કરોડ ખેડૂતોને આ રાહત આપવામાં આવશે. ત્રણ કરોડ વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને મહિને એક હજાર રૂપિયા વધારે આપવામાં આવશે. ઉજ્જવલા સ્કીમના લાભાર્થીઓને આવતા ત્રણ મહિના સુધી ત્રણ સિલિન્ડર આપવામાં આવશે. જનધન ખાતાધારક મહિલાઓને આવતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા મળશે.
આ પહેલાં જાહેર કરાયેલી મહત્વની રાહત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે