Home> India
Advertisement
Prev
Next

બિહાર ચૂંટણી: 19 લાખ યુવાઓને રોજગાર, વિનામૂલ્યે કોરોનાની રસી, જાણો ભાજપના 'સંકલ્પ'

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)  ઢૂંકડી છે. ભાજપે આજે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. ભાજપના સંકલ્પ પત્રને નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યું. 

બિહાર ચૂંટણી: 19 લાખ યુવાઓને રોજગાર, વિનામૂલ્યે કોરોનાની રસી, જાણો ભાજપના 'સંકલ્પ'

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)  ઢૂંકડી છે. ભાજપે આજે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. ભાજપના સંકલ્પ પત્રને નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યું. આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, બિહાર સરકારના કૃષિ મંત્રી પ્રેમકુમાર, બિહાર સરકારના મંત્રી નંદકિશોર યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન રાવ, સાંસદ વિવેક ઠાકુર મંચ પર જોવા મળ્યા. 

fallbacks

પોખરણમાં ખતરનાક 'નાગ' એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો

આ અવસરે નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યાં સુધી કોરોનાની રસી ન આવી જાય ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે. પરંતુ જેવી રસી આવશે કે ભારતમાં તેનું મોટા પાયે પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. 

સંકલ્પપત્રમાં શું અપાયા છે વચનો?
- દરેક બિહારવાસીને કોરોનાની વિનામૂલ્યે રસી
- મેડિકલ, એન્જિનિયરીંગ સહિત અન્ય ટેક્નિકલ શિક્ષણ હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવવું.
- એક વર્ષમાં સમગ્ર પ્રદેશમાં ત્રણ લાખ નવા શિક્ષકોની ભરતી
- નેક્સ્ટ જનરેશન આઈટી હબમાં પાંચ વર્ષમાં પાંચ લાખ રોજગારી
- એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું વચન
- એક લાખ લોકોને સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી, 2024 સુધીમાં દરભંગા એમ્સ ચાલુ કરાવવી.
- ધાન અને ઘઉં બાદ દાળની ખરીદી પણ MSPના દરે
- 30 લાખ લોકોને 2022 સુધીમાં પાક્કા મકાન આપવાનું વચન.
- 2 વર્ષમાં 15 નવા પ્રોસેસિંગ ઉદ્યોગ લાવવાનું વચન.
- 2 વર્ષમાં મીઠા પાણીમાં ઉછરતી માછલીઓનું ઉત્પાદન વધારવું.
- ખેડૂત ઉત્પાદન સંઘોની વધુ સારી સપ્લાય ચેન બનાવવી, જેનાથી 10 લાખ રોજગારી પેદા થશે. 

આત્મનિર્ભર બિહાર
આ દરમિયાન સંજય જયસ્વાલે કહ્યું કે ભાજપ દ્વારા આર્થિક ઉન્નતિ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અંગે સંકલ્પ લેવાયો છે. આ સંકલ્પની સાથે સાથે બિહારમાં આત્મનિર્ભર બિહારનું બીડું ઉઠાવવામાં આવ્યું છે. છેલ્લા 15 વર્ષોમાં એનડીએની સરકારમાં વિકાસને ગતિ આપવાનું જે કામ કરાયું છે. તે આગળ પણ ચાલુ રાખવામાં આવશે. શિક્ષણની ઉન્નતિ સ્વાસ્થ્યના નક્કર ઉપાયો, સશક્ત કૃષિ ઉત્પાદનો અને ખેડૂત સહિતના 11 સંકલ્પ બિહારની જનતા સામે  રજુ કરવામાં આવ્યા છે. જેનાથી 19 લાખ રોજગારીની તકો મળશે. 11 સંકલ્પો સાથે એનડીએ સરકારે દેશની સામે જે મિસાલ રજુ કરી છે તેમાં દરેક ભારતવાસીને વિનામૂલ્યે રસીકરણનો સંકલ્પ છે. 

TRP કૌભાંડની તપાસ CBIને સોંપાયાના ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય

અત્રે જણાવવાનું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી જેડીયુ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જેડીયુ તરફથી પહેલા જ સાત નિશ્ચયની વાત કરાઈ છે અને એનડીએનું એક જોઈન્ટ વિઝન ડોક્યુમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એનડીએની સરકાર બનશે તો પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી રહેશે. 

ઘોષણાપત્ર લોન્ચ કર્યાના અવસરે કૃષિમંત્રી પ્રેમકુમારે કહ્યું કે ભાજપ જે કહે છે તે કરે છે. જે સંકલ્પપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે કોઈ પણ સંજોગોમાં પૂરું કરાશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More