નવી દિલ્હીઃ બજેટ 2020માં કેન્દ્રીય નાણાંપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું બજેટ રજૂ કર્યું છે અને આ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ છે. નાણાંમંત્રી સીતારમને આશરે 2 કલાક 41 મિનિટનું ભાષણ આપ્યું જે ઈતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ રહ્યું છે. નાણાંપ્રધાને બજેટ 2019માં 2 કલાક 17 મિનિટનો સમય લીધો હતો, આ વખતે તેમણે પોતાનો રેકોર્ડ તોડ્યો છે. ખાસ વાત તે રહી કે આટલા લાંબા ભાષણ બાદ પણ બજેટના છેલ્લા બે પેજ વાંચી શક્યા નથી. બજેટ વાંચતા સમયે નાણાંમંત્રીને પરસેવો આવી ગયો, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે તેમને પાણી આપ્યું હતું.
વર્ષ 2014માં તત્કાલિન નાણાપ્રધાન અરૂણ જેટલીના બજેટ ભાષણની સમયમર્યાદા આશરે 2 કલાક 10 મિનિટ રહી તો તે પૂર્વ નાણાપ્રધાન જસવંત સિંહે 2003માં આશરે 2 કલાક 13 મિનિટનું બજેટ ભાષણ વાંચ્યું હતું. 2 કલાક 41 મિનિટના સંપૂર્ણ ભાષણમાં ટેક્સ શબ્દનો ઉપયોગ 132 વખત કરવામાં આવ્યો હતો. 'કિસાન' શબ્દનો પ્રયોગ 12 વખત તો યુવા શબ્દનો પ્રયોગ 11 વખત કરવામાં આવ્યો હતો.
Budget 2020: તમારા પગાર પ્રમાણે જાણો આવકવેરામાં તમને કેટલો થયો ફાયદો
જ્યાં વિપક્ષી દળ દર વખતે સરકારને રોજગાર પર ઘેરતા જોવા મળે છે તો આ બજેટમાં રોજગાર શબ્દનો પ્રયોગ કુલ 7 વખત કરવામાં આવ્યો હતો. આ ભાષણમાં બેન્ક શબ્દનો પ્રયોગ 23 વખત તો 'લોન' શબ્દનો પ્રયોગ 6 વખત કરવામાં આવ્યો હતો. બજેટ 2020 ભાષણમાં મહિલા શબ્દનો ઉપયોગ 10 વખત કરવામાં આવ્યો તો ગામ શબ્દનો ઉલ્લેખ 1 વખત કરવામાં આવ્યો હતો. 'ગ્રામીણ' શબ્દનો ઉલ્લેખ 4 વખત અને 'અર્બન' પણ 4 વાર 'શહેર' શબ્દનો ઉલ્લેખ 15 વાર રહ્યો તો શહેરો શબ્દનો ઉલ્લેખ 5 વખત થયો, 'પ્રધાનમંત્રી' શબ્દનો ઉપયોગ કુલ 15 વખત કરવામાં આવ્યો છે. 'જોબ' શબ્દનો ઉપયોગ 8 વખત તો 'એજ્યુકેશન' શબ્દનો ઉપયોગ 19 વખત કરવામાં આવ્યો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે