Home> India
Advertisement
Prev
Next

કોરોના પ્રભાવિત આ 15 શહેરોમાં મળી સફળતા તો તૂટી જશે વાયરસનો ચક્રવ્યૂહઃ નીતિ આયોગ


નીતિ આયોગ  (Niti Aayog)ના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે દેશના 15 એવા શહેરો (Major Cities of Corona in India)ની ઓળખ કરાવી છે, જેના પર કોરોનાનો સૌથી વધુ પ્રભાવ પડ્યો છે. આયોગનું માનવું છે કે ભારત કોરોના સામે જંગમાં કેટલું સફળ થયું છે, તેની માહિતી આ શહેરોમાં સુધરેલી સ્થિતિના આધારે મેળવી શકાશે. 

કોરોના પ્રભાવિત આ 15 શહેરોમાં મળી સફળતા તો તૂટી જશે વાયરસનો ચક્રવ્યૂહઃ નીતિ આયોગ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સામે જંગની વચ્ચે સરકારનું ધ્યાન હવે તે 15 શહેરો પર સૌથી વધુ થઈ ગયું છે, જે કોરોનાનું મુખ્ય કેન્દ્ર બનેલા છે. નીતિ આયોગ  (Niti Aayog)ના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે દેશના 15 એવા શહેરો (Major Cities of Corona in India)ની ઓળખ કરાવી છે, જેના પર કોરોનાનો સૌથી વધુ પ્રભાવ પડ્યો છે. આયોગનું માનવું છે કે ભારત કોરોના સામે જંગમાં કેટલું સફળ થયું છે, તેની માહિતી આ શહેરોમાં સુધરેલી સ્થિતિના આધારે મેળવી શકાશે. 

fallbacks

નીતિ આયોગની લિસ્ટમાં સામેલ આ 15 શહેરોમાં સાત નામ તે શહેરોના છે, જેમાં કોરોનાના મામલા સૌથી વધુ છે. તેમાં તેલંગણાનું હૈદરાબાદ, મહારાષ્ટ્રનું પુણે અને મુંબઈ, રાજસ્થાનનું જયપુર, મધ્યપ્રદેશનું ઈન્દોર, ગુજરાતનું અમદાવાદ અને દિલ્હી સામેલ છે. આ સિવાય વડોદરા (ગુજરાત), કુરનૂલ (આંધ્ર પ્રદેશ), ઠાણે (મહારાષ્ટ્ર), આગરા (યૂપી), જોધપુર (રાજસ્થાન), ચેન્નઈ (તમિલનાડુ) અને સુરત (ગુજરાત)નું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. 

ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને મોનિટરિંગ પર આપવો પડશે ભાર
સોમવારે આ શહેરોના લિસ્ટની સાથે અમિતાભ કાંતે પોતાના એક ટ્વીટમાં લખ્યું, આ 15 જિલ્લા કોરોના વિરુદ્ધ આપણી લડાઈમાં સૌથી વધુ મુશ્કેલ સ્થાન છે. તેમાં સાત એવા છે, જ્યાં કેસોની સંખ્યા સૌથી વધુ છે. ભારત કોરોના સામેની લડાઈમાં કેટલું સફળ થશે, હવે તે આ શહેરોના આધારે નક્કી થશે. અમે અહીં પર એગ્રેસિવ રીતે મોનિટરિંગ, કન્ટેનમેન્ટ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થાની શરૂઆત કરાવવી પડશે. 

સિંગાપુરના સંશોધનકર્તાઓનો દાવો, 31 જુલાઈ સુધી ભારતમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે કોરોના

કોરોનાથી અત્યાર સુધી 29 હજાર લોકો સંક્રમિત
અમિતાભ કાંતનું આ ટ્વીટ તે સમયે આવ્યું છે, જ્યારે દેશના અલગ-અલગ ભાગમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 29000થી વધુ લોકો પ્રભાવિત થઈ ચુક્યા છે. દેશમાં સર્વાધિક પ્રભાવિત મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા 10,000ની નજીક છે. મંગળવારે પ્રદેશમાં સંક્રમણના 729 નવા મામલા સામે આવ્યા બાદ કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 9318 થઈ ગઈ છે. આ સિવાય દિલ્હી અને ગુજરાતમાં દરરોજ વધી રહેલા કેસો સરકાર માટે મુશ્કેલીનું કારણ બની ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More