Home> India
Advertisement
Prev
Next

PM પદના ઉમેદવાર બનવાની ન તો મારી કોઇ મહત્વકાંક્ષા છે, ન તો RSSની મંશા

વિપક્ષી દળોએ મહાગઠબંધનને મહામિલાવટ ગણાવતા કહ્યું કે, અમે જે કામ કર્યું છે, તેને જોઇને લાગે છે કે મોદીના નેતૃત્વમાં અમને ગત વખત કરતા પણ વધારે સીટો મળશે

PM પદના ઉમેદવાર બનવાની ન તો મારી કોઇ મહત્વકાંક્ષા છે, ન તો RSSની મંશા

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની તેમની ન તો કોઇ મહત્વકાંક્ષા છે ન તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની તેમને ઉમેદવાર તરીકે રજુ કરવા માટેની કોઇ મંશા છે. આગામી લોકસભા ચૂંટણીમાં ખંડીત જનાદેશની સ્થિતીમાં ભાજપ દ્વારા ગડકરીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજુ કરવા મુદ્દે ચાલી રહેલી અટકળો વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, તે દોડમાં નથી. તેમણે ભાર પુર્વક જણાવ્યું કે, તેમનો મંત્ર અથાક કામ કરવાનું છે.

fallbacks

ગડકરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મે ન તો રાજનીતિ અને ન તો કામમાં કોઇ હિસાબ કિતાબ કર્યું, હાલ કોઇ લક્ષ્યાંક નક્કી નથી. હું તો ચાલ્યો, બીજી તરફ ચાલેલા રસ્તા જે કામ દેખાયું, કરતો જ ગયો. હું પોતાના દેશ માટે સર્વશ્રેષ્ઠ કામ કરવામાં ભરોસો કરુ છું. 

ભાજપની તરફથી તેમને વડાપ્રધાન પદનો ઉમેદવાર બનાવવા અંગે અટકળોને ફગાવી દેતા ગડકરીએ સ્પષ્ટ કર્યું કે ન તો મારા મગજમાં એવું કંઇ છે અને ન તો સંઘની એવી કોઇ મંશા છે. અમારા માટે દેશ સૌથી ઉપર છે. તેમણે કહ્યું કે, હું સપના નથી જોતો, ન તો હું કોઇની પાસે જઉ છું અને ન તો લોબિંગ કરુ છું. હું આ દોડમાં નથી હું પોતાનાં હૃદય સાથે વાત કરી રહ્યો છું. 

પૂર્વ ભાજપ પ્રમુખે આ અટકળો અંગે આગળ કહ્યું કે, તેઓ નથી જાણતા કે લોકો શું વિચારી રહ્યા છે, જો કે તેમનો દુર દુર સુધી આ સાથે કોઇ સંબંધ નથી. ગડકરીએ કહ્યું કે, તેઓ અને તેમની પાર્ટી મોદીજી પાછળ મજબુતી સાથે ઉભી છે અને તેઓ ખુબ જ સારુ કામ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More