Home> India
Advertisement
Prev
Next

બિહારઃ પ્રચારના છેલ્લા દિવસે નીતીશ કુમારે કરી જાહેરાત, આ મારી છેલ્લી ચૂંટણી છે

બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા પ્રચાર અભિયાનના છેલ્લા દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટી જાહેરાત કરી છે. 

બિહારઃ પ્રચારના છેલ્લા દિવસે નીતીશ કુમારે કરી જાહેરાત, આ મારી છેલ્લી ચૂંટણી છે

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ બે તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે 7 નવેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્રીજા તબક્કા માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. પ્રચારના છેલ્લા દિવસે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારેમહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પૂર્ણિયામાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જાણી લો આજે ચૂંટણીનો છેલ્લો દિવસ છે. પરમ દિવસે મતદાન છે. આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. 

fallbacks

મહત્વનું છે કે નીતીશ કુમારે વર્ષ 1977મા પ્રથમ ચૂંટણી લડી હતી. તેમણે નાલંદાના હરનૌતથી ચૂંટણી લડી હતી. અહીંથી નીતીશ કુમારે ચાર વખત ચૂંટણી લડી જેમાં તેમને 1977 અને 1980મા હાર મળી, જ્યારે 1985 અને 1995ની ચૂંટણીમાં જીત મળી હતી. 

નીતીશ કુમારે વર્ષ 2014મા પોતાની છેલ્લી ચૂંટણી લડી હતી, જેમાં તેમને નાલંદાથી જીત મળી હતી. ત્યારબાદથી નીતીશ કુમારે કોઈ ચૂંટણી લડી નથી. નીતીશ કુમારે વર્ષ 1972મા બિહાર એન્જિનિયરિંગ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે કેટલોક સમય બિહાર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરી હતી. પરંતુ જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા જેવા નેતાઓના સંપર્કમાં આવ્યા બાદ નીતીશ રાજનીતિમાં આવી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More