નવી દિલ્હી: મરકઝ (Nizamuddin Markaz)ના હવાલા કનેક્શનની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓને શંકા છે કે હવાલ માટે જુની દિલ્હીના કેટલાક હવાલા કારોબારીઓની મદદ લેવામાં આવી હશે. તમાસ એજન્સીઓના રડાર પર આવા હવાલા કારોબારી આવી ચુક્યા છે, જેમની ટુંક સમયમાં પૂછપરછ કરવામાં આવી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીને શંકા છે કે, પૈસા દિલ્હીથી મોકલવા અને મગાવવામાં જુની દિલ્હીના કેટલાક હવાલા કારોબારી મદદ કરતા હતા.
આ પણ વાંચો:- સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ- હું સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી
ત્યારે મરકઝને રેલવે ટિકિટ બુક કરવાની કોમર્શિયલ ID કેવી રીતે મળી તેની તપાસ પણ શરૂ થઈ ગઇ છે.
ક્રાઇમ બ્રાન્ચ રેલવે વિભાગને પત્ર લખી જાણકારી માગશે કે ID કોના નામથી બનાવવામાં આવી છે. કેવી રીતે કોમર્શિયલ IDની સ્વીકૃતિ મળી, છેલ્લા 6 મહિનામાં કેટલા જમાતિઓને ક્યાં- ક્યાં મોકલવામાં આવ્યા અને કયા ક્લાસથી તેમણે મુસાફરી કરવામાં આવતી હતી.
આ પણ વાંચો:- કોરોનાઃ ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહીં, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત
સાથે જ આ ડિટેલ પણ માગવામાં આવશે કે કયા બેંક ખાતાનો ઉપયોગ ટિકિટ બુક કરાવવા માટે કરવામાં આવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે