ઝી મીડિયા/બ્યૂરો :ગાઝિયાબાદની એક હોસ્પિટલમાં ભરતી કોરોના (corona virus)ના 6 શંકાસ્પદ દર્દીઓ પર હોસ્પિટલની નર્સોએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ 6 લોકો નિઝામુદ્દીન (Nizamuddin) માં થયેલા તબગિલી જમાતની મરકજમાં સામેલ થયા હતા. નર્સોએ આરોપ લગાવ્યો છે કે, આ દર્દીઓ પેન્ટ વગર ફરે છે. અશ્લીલ ગીતો સંભળાવે છે. અભદ્ર ઈશારા કરે છે. તેમજ અમારી પાસેથી બીડી સિગરેટની માંગ કરે છે. આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લાધિકારીએ તપાસ માટે ટીમ મોકલી છે. જેના બાદ આ દર્દીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
ગાઝિયાબાદમાં આ તમામ દર્દીઓને બુધવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનો મેડિકલ રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો, જેના મુજબ આ શખ્સ કોરોના પોઝિટિવ છે. તેમની સામે મળેલી ફરિયાદ બાદ તેમાંથી પાંચે સરકારી હોસ્પિટલમાં અને એક દર્દીને મેડિકલ કોલેજમાં શિફ્ટ કરાયો હતો.
ઈન્દોરમાં પણ આવુ જ વર્તન
ઈન્દોરનો એક વીડિયો સામે આવ્યો છે. જે મુજબ, તબગિલી જમાતના કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ ગેરવર્તણૂંક પર ઉતરી આવ્યા છે. તેઓએ સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. તેમજ હોસ્પિટલમાં નર્સોની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, દિલ્હીમાં યોજાયેલ તબગિલી જમાતના કાર્યક્રમ સાથે જોડાયેલા 400 લોકોને કોરોના પોઝિટિવ છે. આ સાથે જ મંત્રાલયનું કહેવુ છે કે, એન-95 માસ્કના ઘરેલુ ઉત્પાદન વધારવાની સાથે જ એક કરોડતી વધુ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (પીપીઈ) માટે પણ આદેશ આપી દેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે