Noida Man Bank Account Viral News: ઉત્તરપ્રદેશના નોઈડાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, 20 વર્ષના એક યુવકના ખાતામાં એટલા પૈસા જમા થયા છે કે તમે તેને ગણતી વખતે શૂન્ય પણ ભૂલી જશો. તેના બેંક ખાતાનું બેલેન્સ એટલું મોટું છે કે તેને લખવા માટે 37 અંકોનો ઉપયોગ કરવો પડે છે. તેના ખાતામાં રહેલું બેલેન્સ તેને વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બનાવી રહ્યું છે.
ખરેખર, નોઈડાના રહેવાસી દીપક નામના યુવકના કોટક મહિન્દ્રા બેંકના બચત ખાતામાં અચાનક 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,00,299 રૂપિયા જમા થયા. આ રકમ એટલી મોટી છે કે તેને 37 અંકમાં લખવા પડે છે. આ બાબતએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ મામલો સામે આવ્યા બાદ ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે અને આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે.
એકાઉન્ટ કર્યું ફ્રીઝ
અહેવાલ મુજબ આ બેંક ખાતું દીપકની માતા ગાયત્રી દેવીનું હતું, જેમનું બે મહિના પહેલા અવસાન થયું હતું. દીપક આ બેંક ખાતાનો ઉપયોગ નાના મોટા UPI વ્યવહારો માટે કરતો હતો. 3 ઓગસ્ટની રાત્રે દીપકને તેના મોબાઇલ પર એક સૂચના મળી, જેમાં 1.13 લાખ કરોડ રૂપિયા જમા થયાનો સંદેશ હતો. ચોંકી ગયેલા દીપકે આ સંદેશ તેના મિત્રો સાથે શેર કર્યો અને પૂછ્યું કે તેમાં કેટલા શૂન્ય છે. બીજા દિવસે સવારે તે કોટક મહિન્દ્રા બેંકની ગ્રેટર નોઈડા આલ્ફા-1 શાખામાં પહોંચ્યો, જ્યાં બેંક અધિકારીઓએ રકમની પુષ્ટિ કરી, પરંતુ શંકાસ્પદ વ્યવહારોને કારણે ખાતું ફ્રીઝ કરી દીધું હતું.
IT વિભાગે શરૂ કરી તપાસ
આ અજીબોગરીબ વ્યવહારના સમાચાર આવકવેરા વિભાગ સુધી પહોંચ્યા, જેણે તાત્કાલિક તપાસ શરૂ કરી. અધિકારીઓનું કહેવું છે કે આ રકમ એટલી મોટી છે કે તેને ટેકનિકલ ખામી, બેંકિંગ સિસ્ટમમાં ભૂલ અથવા મની લોન્ડરિંગનો કેસ માનવામાં આવી રહ્યો છે. આટલી મોટી રકમ ખાતામાં કેવી રીતે આવી તે હજુ સુધી સ્પષ્ટ નથી. કોટક મહિન્દ્રા બેંકે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ બેંક તપાસમાં સહકાર આપી રહી છે.
અધિકારીઓએ આપી આ અંગેની જાણકારી
આ ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યા બાદ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે આ રકમ એટલી મોટી છે કે તેને ટેકનિકલ ખામી, બેંકિંગ સિસ્ટમમાં ખામી અથવા મની લોન્ડરિંગ તરીકે જોવામાં આવી રહી છે. ખાતામાં આટલી મોટી રકમ ક્યાંથી જમા થઈ તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા બેંકે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ તપાસમાં સહકાર આપી રહી છે.
સોશિયલ મીડિયા પર છવાયેલો છે આ મામલો
તમને જણાવી દઈએ કે આ મામલો સોશિયલ મીડિયા પર ફેલાયો છે. લોકો આ બાબતની ઉગ્ર ચર્ચા કરી રહ્યા છે. સચિન ગુપ્તા નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે ટ્વિટ કરીને કહ્યું, 'મારું ગણિત થોડું નબળું છે, તમે લોકો ગુણાકાર અને ભાગાકાર કરી શકો છો. આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે, અને ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે.' બીજા યુઝરે મજાકમાં કહ્યું, 'આ છોકરો હવે મુકેશ અંબાણી કરતા પણ અમીર બની ગયો છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે