Home> India
Advertisement
Prev
Next

જેકલીન ફર્નાન્ડીઝની 8 કલાક પૂછપરછ, હવે નોરાનો વારો, દિલ્હી પોલીસે મોકલ્યું સમન્સ

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે લિંકના આરોપમાં દિલ્હી પોલીસ હવે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બાદ નોરા ફતેહીની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે નોરાને ગુરૂવારે રજૂ થવા માટે કર્યું છે. 

જેકલીન ફર્નાન્ડીઝની 8 કલાક પૂછપરછ, હવે નોરાનો વારો, દિલ્હી પોલીસે મોકલ્યું સમન્સ

નવી દિલ્હીઃ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે લિંકના આરોપમાં દિલ્હી પોલીસ હવે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બાદ નોરા ફતેહીની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે નોરાને ગુરૂવારે આર્થિક અપરાધ શાખા (EOW) ની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ મામલો સુકેશ ચંદ્રશેકર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની વસૂલીનો છે. 

fallbacks

બુધવારે દિલ્હી પોલીસે જેકલીનની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી. જેકલીન સિવાય ટીમે પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરી, જેણે કથિત રીતે જેકલીનને ઠગ સુકેશને મેળવવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. પહેલા રાઉન્ડની પૂછપરછ દરમિયાન અધિકારીઓને જેકલીન અને પિંકી ઈરાનીના જવાબમાં અસમાનતા જોવા મળી હતી. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે બંનેની ફરી પૂછપરછ થઈ શકે છે. પિંકી ઈરાનીને ગુરૂવારે દિલ્હી પોલીસની સામે રજૂ થવાનું કહ્યું છે પરંતુ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યું નથી. 

પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે નોરા ફતેહીનો જેકલીન સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ પિંકી ઈરાની સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Bihar: 'બ્રેકઅપ' બાદ ફરી પ્રશાંત કિશોરને મળ્યા નીતિશ, 45 મિનિટ બંધ બારણે થઈ બેઠક  

વિશેષ કમિશનર રવીન્દ્ર યાદવે કહ્યુ- કારણ કે પિંકી ઈરાની અહીં છે, તેથી અમે કાલે બંને (નોરા અને પિંકી ઈરાની) ની પૂછપરછ કરવા ઈચ્છીએ છીએ. કેટલીક વસ્તુ છે જેને સ્પષ્ટ કરવાની જરૂર છે. આ મામલાના સંબંધમાં નોરા અને જેકલીન વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. 

ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે પોલીસે નોરા ફતેહીની બળજબરીથી વસૂલીના મામલામાં આશરે સાત કલાક પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું હતું. 

પોલીસ અનુસાર નોરા ફતેરીને સુકેશ પાસેથી ઘણી કિંમતે ભેટ મળી હતી. તે ચેન્નઈમાં એક કાર્યક્રમનો ભાગ હતી, જેની સુકેશ ચંદ્રશેખર સાથે પણ લિંક છે. આ પહેલા પોલીસે કહ્યું હતું કે કેટલાક સવાલ છે જેનો જવાબ આપવાની જરૂર છે અને ષડયંત્રમાં સામેલ લોકોની લિંકની જાણકારી મેળવવા તપાસ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More