Home> India
Advertisement
Prev
Next

Captain Amarinder Singh નું મોટું નિવેદન, 'હવે કોંગ્રેસમાં નહીં રહું', ભાજપમાં જોડાવા પર શું કહ્યું જાણો

પંજાબમાં ચાલી રહેલી ઉથલપાથલ અટકવાનું નામ લેતી નથી. પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આજે મોટું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.

Captain Amarinder Singh નું મોટું નિવેદન, 'હવે કોંગ્રેસમાં નહીં રહું', ભાજપમાં જોડાવા પર શું કહ્યું જાણો

નવી દિલ્હી: પંજાબમાં ચાલી રહેલી ઉથલપાથલ અટકવાનું નામ લેતી નથી. પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આજે મોટું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. કેપ્ટન અમરિન્દર સિંહે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ હવે કોંગ્રેસ પાર્ટીમાં રહેશે નહીં. 

fallbacks

અમરિન્દર સિંહનું કહેવું છે કે મે મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ હવે આ પ્રકારે અપમાન સહન કરી શકશે નહીં. તેમણે કહ્યું કે જે પ્રકારે મારી સાથે વર્તન કરવામાં આવ્યું તે ઠીક નથી. જો કે તેમણે ભાજપ સાથે જોડાવવા પર કહ્યું કે તેઓ હાલ ભાજપ જોઈન કરવાના નથી. 

આ નિવેદન બાદ કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર ડિટેલ પણ બદલી. હવે તેમણે સેનાના કરિયર, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યની સેવામાં સતત કામ કરવાની વાત લખી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેપ્ટન અરવિન્દર સિંહે કહ્યું કે જે પ્રકારે વિધાયક દળની બેઠક બોલાવીને છેલ્લી ઘડીએ મને જાણકારી અપાઈ, મે ત્યારે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે હું પદ છોડી રહ્યો છું. અમરિન્દર સિંહે કહ્યું જો કોઈને મારા પર વિશ્વાસ નથી તો મારા રહેવાનો ફાયદો શું છે. 

પંજાબમાં કોંગ્રેસનો ગ્રાફ નીચે
નવજોત સિંહ સિદ્ધુને લઈને કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ કોઈ ટીમ પ્લેયર નથી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ટીમ પ્લેયરની જરૂર છે. અમરિન્દર સિંહે એ વાત સ્વીકારી કે પંજાબમાં કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી રહી છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. કેપ્ટન અમરિન્દરે કહ્યું કહ્યું કે પંજાબની ચૂંટણી આ વખતે અલગ હશે. કોંગ્રેસ- અકાલી દળ પહેલેથી જ છે અને આમ આદમી પાર્ટી પણ ત્યાં આગળ વધી રહી છે. 

અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ ભલે પંજાબના મુખ્યમંત્રી નથી પરંતુ પંજાબ હજુ પણ તેમનું છે. આથી જ તેમણે ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી છે. 

અત્રે જણાવવાનું કે કેપ્ટન અમરિન્દર સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે બુધવારે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. અમરિન્દર સિંહની આ મુલાકાતોને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More