નવી દિલ્હી: કોરોના વાઈરસ જેમ જેમ ભારતમાં પગપેસારો કરી રહ્યો છે તેમ તેમ લોકોમાં તેની સારવારને લઈને ચિંતા જોવા મળી રહી છે. પરંતુ સરકારે પણ આ ચિંતાને જોતા હવે સારવારમાં થતા ખર્ચને લઈને મોટું પગલું ભર્યું છે. Insurance Regulatory and Development Authority (ઈરડા)એ વીમા કંપનીઓને એવી પોલીસીઓ લાવવાનું કહ્યું છે કે જેમાં કોરોના વાઈરસની સારવારનો ખર્ચો પણ કવર થાય.
Corona Virus: ચીન બાદ હવે આ દેશમાં હાહાકાર, 100 લોકોના મોત, શાળા-કોલેજો બંધ
ઈરડાએ બુધવારેના રોજ નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાતને પૂરી કરવાના હેતુથી વીમા કંપનીઓને સૂચના આપવામાં આવે છે કે એવી પ્રોડક્ટ ડિઝાઈન કરો કે જેમા કોરોના વાઈરસની સારવારનો ખર્ચો પણ કવર થાય. ઈરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ કોરોના વાઈરસની સારવાર સંબંધિત દાવાઓનો ઝડપથી નીકાલ કરે. ઈરડાએ કહ્યું કે જે કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ કવર હોય, વીમા કંપનીઓ તે સુનિશ્ચિત કરે કે કોવિડ-19 સંબંધિત કેસોને ઝડપથી પતાવે.
આ મામલા સંલગ્ન એક અન્ય અધિકારીનું કહેવું છે કે દેશમાં હજુ પણ મોટાભાગની બીમારીઓ કે સંક્રમણ ફેલાવવા પર લોકો સરકારી હોસ્પિટલોમાં જવાની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં જાય છે. એક રિપોર્ટ મુજબ હજુ પણ દેશના 60 ટકાથી વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવાનું જ પસંદ કરે છે. જેના કારણે ઈરડાએ વીમા કંપનીઓને તત્કાળ એવા પ્લાન લાવવાનું કહ્યું છે કે જે કોરોના વાઈરસના ખર્ચને પણ કવર કરે. જો કે વીમા કંપનીઓને આવા પ્લાન લાવવામાં અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
જુઓ LIVE TV
આ બાજુ વીમા કંપનીઓનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને જો કોરોના વાઈરસની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેને આમ પણ હોસ્પિટલાઈઝેશન નીતિ હેઠળ વીમાની રાશિ મળે છે. જો કે હજુ સુધી સ્વાસ્થ્ય વીમા પર આ સંક્રમણનો ઉલ્લેખ નથી. એટલે કે તમામ વીમા કંપનીઓને અન્ય બીમારીઓના લિસ્ટમાં કોરોના વાઈરસને પણ સામેલ કરવાનો રહેશે.
અત્રે જણાવવાનું કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 29 કેસ સામે આવી ચૂક્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના કારણે લગભગ 3285 લોકો દમ તોડી ચૂક્યા છે. જ્યારે 95,481 લોકો ચેપનો ભોગ બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે