Home> India
Advertisement
Prev
Next

હવે તમારી ટ્રેન ટિકિટ ફટાફટ થઈ જશે કન્ફર્મ! રેલ મંત્રાલયે જાહેર કર્યો નવો નિયમ

અત્યાર સુધી ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે કન્ફર્મ થાય તેની ખૂબ જ રાહ જોવી પડતી. અને બીજી તરફ વધુ ભીડ થવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોને પણ ભારે હાલાકી થતી હતી. હવે રેલ મંત્રાલયના 25% વેઈટિંગ ટિકિટ રાખવાના નવા નિયમથી આ પરેશાનીઓ હળવી થશે. 

હવે તમારી ટ્રેન ટિકિટ ફટાફટ થઈ જશે કન્ફર્મ! રેલ મંત્રાલયે જાહેર કર્યો નવો નિયમ

વેઈટિંગ ટિકિટ માટે વધુ સમય રાહ નહિ જોવી પડે
ભારતીય રેલવેના મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં ભીડ નિયંત્રિત કરવા માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રાલયએ ઘોષણા કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઈટિંગ ટિકિટની સંખ્યા ટ્રેનની કુલ ક્ષમતાના 25 ટકા સુધી જ સિમિત રહે છે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય યાત્રિઓને સુચારુ અને સરળ વ્યવસ્થા પ્રદાન કરવાનો છે. આ પગલું ભરવાથી ઓવરબુકિંગની સમસ્યા ઓછી થઈ જશે. 

fallbacks

ટ્રેનના દરેક કોટામાં લાગુ પડશે આ નિયમ
હવે રેલવે દરેક ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકંડ, એસી થર્ડ, સ્લીપર અને ચેયર કારમાં કુલ બર્થ કે સીટોંમાં વધુમાં વધુ 25 પ્રતિશત વેઈટિંગ સીટ પસાર કરી શકે છે. આ ફેરફાર દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે રીઝવર્ડ સીટો જેવા જુદાં-જુદાં કોટાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. 16 જૂનથી લાગુ કરવામાં આવેલ આ નિયમ અનુસાર કોચના દરેક વર્ગ- સ્લીપર, 3AC,2AC અને 1AC માટે 25 ટકા સુધી સીમિત કરવામાં આવ્યા છે. 

દરેક શ્રેણીમાં કામગીરી શરુ થયેલ છે
રેલવે અધિકારીઓ અનુસાર, આંકડાંઓ પરથી ખબર પડી શકે છે કે ચાર્ટ બને ત્યાં સુધી લગભગ 20 થી 25 ટકા વેઈટીંગ ટિકિટ  કન્ફર્મ થઈ જતી હોય છે. આ આધારે નવી રુપરેખા તૈયાર કરવામાં આવી છે જેથી યાત્રિઓને ટિકિટની પરિસ્થિતિ વિશે સ્પષ્ટતા મળી રહે. રેલવે બોર્ડએ પસાર કરેલ સર્ક્યુલર બાદ દેશભરના અલગ-અલગ ઝોનલ રેલવેએ આ નવી વ્યવસ્થાને અમલમાં મૂકવાનું શરુ કર્યુ છે. 

હવે ભીડ પણ ઓછી જોવા મળશે
રેલ મંત્રાલય અનુસાર, આ નિયમ દરેક શ્રેણીની ટ્રેન જેવી કે રાજધાની, શતાબ્દી, દુરંતો, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો પર લાગુ પડે છે. જો કોઈ ટ્રેનમાં 1,000 સીટ હોય તો મહત્તમ 250 વેઈટિંગ ટિકિટ હશે. આ વ્યવસ્થાથી મુસાફરોને તો ટિકિટ  કન્ફર્મેશનનો ચોક્કસ ખ્યાલ તો મળે જ છે પણ સાથે ટ્રેનોમાં થતી અનાવશ્યક ભીડ પણ ઓછી થાય છે.

પહેલાના નિયમોથી કેવી રીતે અલગ છે?
જાન્યુઆરી 2013ના સર્ક્યુલર અનુસાર, પહેલા એસી ફર્સ્ટ ક્લાસમાં વધુમાં વધુ 30, એસી સેકંડમાં 100, એસી થર્ડમાં 300 અને સ્લીપરમાં 400 વેઈટિંગ ટિકિટની જોગવાઈ કરવામાં આવી હતી. આ કારણોસર યાત્રિઓને છેલ્લે સુધી ટિકિટ કન્ફર્મ થઈ કે નહિ તેની ચિંતા રહ્યા કરતી. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વેઈટિંગ ટિકિટોની વધુ સંખ્યાને કારણ જે લોકોની ટિકિટ  કન્ફર્મ ન થઈ હોય તેઓ રિઝવર્ડ કોચમાં ચડી જતાં અને પછી કોચમાં અતિશય ભીડનો માહોલ થઈ જતો. જેથી કરીને હવે નવી નીતિથી આ પ્રકારની અવ્યવસ્થા રોકવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More