Home> India
Advertisement
Prev
Next

VIDEO: મમતા બેનરજીએ ભાજપના આ દિગ્ગજ નેતાના ચરણ સ્પર્શ કર્યાં

અસમમાં તૈયાર કરવામાં આવેલા નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ (NRC)ના અંતિમ ડ્રાફ્ટને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખુબ નારાજ છે. 

VIDEO: મમતા બેનરજીએ ભાજપના આ દિગ્ગજ નેતાના ચરણ સ્પર્શ કર્યાં

નવી દિલ્હી: અસમમાં તૈયાર કરવામાં આવેલા નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ (NRC)ના અંતિમ ડ્રાફ્ટને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખુબ નારાજ છે. તેઓ આ ડ્રાફ્ટને રદ કરવા માટે માત્ર વિપક્ષી નેતાઓની જ નહીં પરંતુ ભાજપના નેતાઓની પણ મુલાકાત કરી રહ્યાં છે. આ જ મામલે મમતા બેનરજી બુધવારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમની ઓફિસે પહોંચ્યાં. ત્યાં પહોંચતા જ મમતાએ અડવાણીને પગે પડીને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ મમતા બેનરજી ટેબલની બીજી બાજુ મૂકાયેલી ખુરશી પર જઈને બેસી ગયાં. 

fallbacks

અત્રે જણાવવાનું કે લાલકૃષ્ણ અડવાણી ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક છે. અટલ બિહારી વાજપેયી સરકારમાં મમતા બેનરજી પણ ભાગીદાર રહી ચૂક્યા છે. તે વખતે સંસદમાં મમતાએ વાજપેયીજીને પિતા તુલ્ય ગણાવ્યાં હતાં. હવે અડવાણીના ચરણ સ્પર્શ કરવાની વાત સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. 

મમતાએ કહ્યું કે NRC લિસ્ટથી થઈ શકે છે હિંસા
આ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચેતવણી આપી હતી કે અસમમાં તૈયાર કરવામાં આવેલા એનઆરસીના અંતિમ ડ્રાફ્ટમાં 40 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યાં નથી જેનાથી દેશમાં ખૂનામરકી કે ગૃહયુદ્ધ થઈ શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મમતાના આ નિવેદનને સંપૂર્ણ રીતે ફગાવી દીધુ હતું. મમતાએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ રાજકીય ફાયદા માટે અસમમાં લાખો લોકોને રાજ્યવિહિન કરવાની કોશિશ કરી રહ્યાં છે. 

જો કે અમિત શાહે મમતાના તમામ આરોપો ફગાવતા અસમના એનઆરસીને રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતીયોના અધિકારો સંલગ્ન મુદ્દા તરીકે રજુ કર્યો અને તમામ વિપક્ષી પાર્ટીઓને સ્પષ્ટ કરવાનું કહ્યું કે તેઓ એનઆરસીનું સમર્થન કરે છે કે નહીં. 

મમતાએ મોદી સરકારને લીધી નિશાન પર
મમતા અને અનેક વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકાર પર 40 લાખ લોકોને એનઆરસીના અંતિમ ડ્રાફ્ટમાં સામેલ ન કરવા પર આકરા પ્રહારો કર્યાં. અસમમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઓળખ માટે એનઆરસી તૈયાર કરવાની કવાયત છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહી છે. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એક સંમેલનમાં કહ્યું કે રાજકીય ઈચ્છાથી એનઆરસી તૈયાર કરાઈ રહ્યું છે. અમે આમ થવા દઈશું નહીં. તેઓ (ભાજપ) લોકોના ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યાં છે. આ હાલાતને સહન કરાશે નહીં. દેશમાં ગૃહયુદ્ધ અને ખૂનામરકી થઈ જશે. 

આ મુદ્દે બુધવારે સંસદમાં પણ હોબાળો થયો. અનેક રાજકીય પક્ષોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ અને ભાજપ પર સમાજને વહેંચવા અને ભારતીય નાગરિકોને પોતાના જ દેશમાં શરણાર્થી બનાવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હત ો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More