કોલકાતા: TMC સાંસદ નુસરત જહાં હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. વીતેલા દિવસોમાં તેની પ્રેગનન્સીના સમાચાર આવી રહ્યા છે. જેને સાંભળ્યા પછી તેના ફેન્સ ચોંકી ગયા હતા. જોકે તેની વચ્ચે નુસરતનો એક ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેનું બેબી બંપ જોવા મળી રહ્યું છે. નુસરતના આ ફોટોએ તેની પ્રેગનન્સીના સમાચાર કન્ફર્મ થાય છે. નુસરતના વાયરલ થઈ રહેલાં ફોટોમાં તેની સાથે અભિનેત્રી શ્રાબંતી ચેટર્જી પણ જોવા મળી રહી છે. જોકે નુસરતે હજુ સુધી પોતાની પ્રેગનન્સીને લઈને મૌન સેવી રાખ્યું છે.
નિખિલ જૈન સાથે લગ્નજીવન ભંગાણના આરે
નુસરતના પતિ નિખિલ જૈનનું કહેવું છે કે તેના લગ્ન તૂટવાના આરે છે. અને બંને છેલ્લાં 6 મહિનાથી સાથે નથી. નિખિલે કહ્યું કે આ બાળક તેનું નથી. સાથે જ જણાવ્યું કે તેની અને નુસરતની વચ્ચે કોઈ વાતચીત થતી નથી. તમને જણાવી દઈએ કે નુસરત જહાં અને નિખિલ જૈને 2019માં લગ્ન કર્યા હતા. આ લગ્ન હિંદુ અને મુસ્લિમ એમ બંને રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન પછી બંનેએ કોલકાતામાં ગ્રાન્ડ વેડિંગ રિેસેપ્શન પણ આપ્યું હતું.
આ પણ વાંચો:- બંગાળમાં હિંસાનો દૌર ફરી શરૂ, હુમલામાં ઘાયલ થયા ભાજપના સાંસદ જયંત કુમાર રોય
કેમ લગ્નજીવનમાં કડવાશ આવી
નુસરત જહાં બીજેપી ઉમેદવાર અને બંગાળી અભિનેતા યશ દાસગુપ્તાની સાથે રિલેશનશીપમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજસ્થાનની ટ્રીપમાં પણ બંને એકસાથે જોવા મળ્યા હતા. બંને અનેક સોંગ્સમાં પણ સાથે જોવા મળી ચૂક્યા છે. યશ દાસગુપ્તા સાથેના સંબંધના કારણે નુસરત-નિખિલના લગ્નજીવનમાં કડવાશ આવી ગઈ છે. અને નુસરત છેલ્લાં 6 મહિના કરતાં વધારે સમયથી પોતાના પતિથી અલગ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે