Home> India
Advertisement
Prev
Next

હવે ભાજપે દેખાડ્યો પાક પત્રકારની સાથે હામિદ અંસારીનો ફોટો, પૂર્વ રાષ્ટ્રપતિએ પણ આપ્યો જવાબ

હવે ભાજપ તરફથી એક તસવીર જાહેર કરવામાં આવી છે, જેમાં પાક પત્રકાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિની સાથે બેઠેલો જોવા મળી રહ્યો છે. ભાજપના આ આરોપ પર હામિદ અંસારીએ ફરી જવાબ આપ્યો છે.

હવે ભાજપે દેખાડ્યો પાક પત્રકારની સાથે હામિદ અંસારીનો ફોટો, પૂર્વ રાષ્ટ્રપતિએ પણ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી પર પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને પોતાના કાર્યકાળ દરમિયાન ઘણીવાર બોલાવવાનો આરોપ ભાજપે ફરી લગાવ્યો છે. એટલું જ નહીં હવે ભાજપ તરફથી એક તસવીર જારી કરવામાં આવી છે, જેમાં પાક પત્રકાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિની સાથે બેઠા જોવા મળી રહ્યાં છે. પાક પત્રકાર નુસરત મિર્ઝાએ એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન દાવો કર્યો હતો કે તે યૂપીએ સરકારના કાર્યકાળમાં પાંચ વખત ભારત આવ્યો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ ઘણી સંવેદનશીલ જાણકારીઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને આપી હતી. તેનો દાવો હતો કે તે પૂર્વ ઉપરાષ્ટ્રપતિના નિમંત્રણ પર ભારત આવ્યો હતો અને તેની સાથે મુલાકાત કરી હતી. 

fallbacks

હામિસ અંસારી તરફથી પાછલા દિવસોમાં પાક પત્રકારના દાવા બાદ મચેલા રાજકીય ઘમાસાણ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ તમામ વાતો ખોટી છે. તેમણે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે તેમના તરફથી ન કોઈ પાકિસ્તાની પત્રકારને બોલાવવામાં આવ્યો હતો અને ન મુલાકાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કાર્યક્રમમાં આવેલા લોકોને વિદેશ મંત્રાલય તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. હવે ભાજપે તસવીરો જારી કરી આરોપ લગાવ્યો છે, તો હામિદ અંસારી તરફથી ફરી પ્રતિક્રિયા સામે આવી છે.  તેણે કહ્યું કે તે તેના પહેલાના શબ્દો પર અડગ છે.

આ પણ વાંચોઃ Supreme Court: બાળકો 7 વાગે શાળાએ જઈ શકે તો કોર્ટ 9 વાગે કેમ શરૂ ન થઈ શકે?-SCના જસ્ટિસનો સવાલ

હામિદ અંસારી બોલ્યા- હું મારા શબ્દો પર અડગ છું
શુક્રવારે હામિદ અંસારીએ કહ્યુ કે, હું મારા તે નિવેદન પર અડગ છું કે મેં ન કોઈ પાક પત્રકારને બોલાવ્યો અને ન મુલાકાત કરી. ભાજપે તસવીર દેખાડતા દાવો કર્યો કે 2009માં આતંકવાદ પર આયોજીત એક પત્રકાર પરિષદમાં પાક પત્રકાર આવ્યો હતો. આ સિવાય ભાજપ તરફથી આયોજનની એક તસવીર જાહેર કરવામાં આવી છે. ભાજપે તસવીરની સાથે દાવો કર્યો જેમાં હામિદ અંસારી નુસરત મિર્ઝાની સાથે બેઠેલા જોવા મળી રહ્યાં છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દિલ્હી સ્થિત મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી આ આરોપ લગાવ્યા હતા. 

કોંગ્રેસના ઈરાદા પર ભાજપે ઉઠાવ્યા સવાલ
આ સાથે તેમણે સવાલ ઉઠાવ્યો કે બંધારણીય પદો પર બેઠેલા લોકોએ જવાબદારી સાથે વર્તન કરવું જોઈએ. તેમણે નુસરત મિર્ઝાની સાથે મંચ પર બેસતા બચવાની જરૂર હતી. આ સાથે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે મહેમાનોના આમંત્રણ પહેલા ઇન્ટેલિજેન્સ ક્લિયરેન્સ જરૂરી હોય છે. તેમણે કહ્યું કે બંધારણીય પદો પર બેઠેલા લોકોની ઓફિસના પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમોમાં આવનાર લોકો વિશે જાણકારી મેળવવામાં આવે છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં તે કહેવું જરૂરી નથી કે કોંગ્રેસ ઈચ્છતી હતી કે પાકિસ્તાનથી એક વ્યક્તિ આવે, જે દેશની એકતા અને અખંડતા વિરુદ્ધ ષડયંત્ર કરવા ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More