Home> India
Advertisement
Prev
Next

બરાબર અંતિમ સંસ્કાર પહેલા જીવતા થઈ ગયા વૃદ્ધ! Video જોઈને હક્કાબક્કા રહી જશો

વાત જાણે એમ છે કે અહીં એક વૃદ્ધને મૃત સમજીને પરિવારજનો તેમના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહને સ્મશાન ઘાટ પર લઈ ગયા. પછી જે થયું તેના માટે જુઓ વીડિયો. 

બરાબર અંતિમ સંસ્કાર પહેલા જીવતા થઈ ગયા વૃદ્ધ! Video જોઈને હક્કાબક્કા રહી જશો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં એક ખુબ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે અહીં એક વૃદ્ધને મૃત સમજીને પરિવારજનો તેમના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહને સ્મશાન ઘાટ પર લઈ ગયા. પરંતુ અંતિમ સંસ્કારની બરાબર પહેલા વૃદ્ધને હોશ આવ્યા અને ત્યારબાદ તો જાણે હડકંપ મચી ગયો. 

fallbacks

વૃદ્ધના પરિજનોએ શું ભૂલ કરી?
અત્રે જણાવવાનું કે વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પરિજનોએ ડોક્ટરની સલાહ વગર જ વૃદ્ધને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવ્યા હતા. હોસ્પિટલે વૃદ્ધને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતી વખતે ડિસ્ચાર્જ પેપર પર LAMA (Left Against Medical Advice) લખેલું હતું. 

વેન્ટિલેટર પરથી હટાવ્યા બાદ વૃદ્ધના શ્વાસ બંધ થઈ ગયા હતા
અત્રે જણાવવાનું કે વૃદ્ધ દ્વારકાની વેંકટેશ્વર હોસ્પિટલમાં દાખલ હતા. વૃદ્ધ કેન્સર પેશન્ટ છે. વેન્ટિલેટરનો ખર્ચો વધુ હોવાથી પરિજનો તેમને ઘરે લઈ ગયા હતા. વેન્ટિલેટર પરથી હટાવ્યા બાદ વૃદ્ધના શ્વાસ બંધ થઈ ગયા અને પરિજનોએ વિચાર્યું કે તેમનું મોત થઈ ગયું. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ જવાયા. પરંતુ જ્યારે ચિતા પર મૃતદેહ મૂકવાનો સમય આવ્યો તો તેમના શ્વાસ ચાલવા લાગ્યા. 

ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા
વૃદ્ધને હોશ આવ્યા બાદ 100 નંબર પર પીસીઆર કોલ કરાયો અને ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી તથા વૃદ્ધને હોસ્પિટલ લઈ જવાયા. દિલ્હી પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી નથી. હોસ્પિટલે કોઈ MLC બનાવી ન હતી. આ મામલે તપાસ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More