Home> India
Advertisement
Prev
Next

ઓમ બિરલાએ પોતાની IAS પુત્રીના લગ્ન શું મુસ્લિમ સાથે કરાવ્યા? Fact Check માં સામે આવ્યું સત્ય

Who is Om Birla Son In Law: કોટામાં હજારો મહેમાનો અને મિત્રો-સંબંધીઓની હાજરીમાં ઓમ બિરલાની પુત્રી અંજલી અને અનીશ રાજાણી લગ્નગ્રંથીથી જોડાયા છે. રાજસ્થાનના વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવતા અનીશ ઘણી કંપનીઓની કમાન સંભાળે છે.

ઓમ બિરલાએ પોતાની IAS પુત્રીના લગ્ન શું મુસ્લિમ સાથે કરાવ્યા? Fact Check માં સામે આવ્યું સત્ય

Who is Om Birla Son In Law: લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રીના લગ્ન થઈ ગયા છે. કોટામાં હજારો મહેમાનો અને મિત્રો-સંબંધીઓની હાજરીમાં ઓમ બિરલાની પુત્રી અંજલી અને બિઝનેશ મેન અનીશ રાજાણી સાથે લગ્નગ્રંથી જોડાયા છે. અંજલિ અને અનીશના લગ્ન સમારંભ સાથે જોડાયેલા ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ઓમ બિરલાના જમાઈના ધર્મને લઈ પણ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેમને મુસ્લિમ ધર્મથી જોડાયેલા બતાવી રહ્યા છે. જ્યારે વાસ્તવમાં અનીશ સિંધી બિઝનેસ ફેમિલીમાંથી આવે છે.

fallbacks

કોન છે ઓમ બિરલાનો જમાઈ
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને બે પુત્રીઓ છે, જેમાં અંજલી નાની પુત્રી છે. અંજલીએ પોતાના બિઝનેશ મેન મિત્ર અનીશ રાજાણીની સાથે લગ્ન કર્યા છે. વ્યવસાયે IAS અધિકારી અંજલિ બિરલા હાલમાં રેલવે મંત્રાલયમાં કાર્યરત છે. જ્યારે અનીશ કોટામાં બિઝનેશ પરિવારથી સંબંધ ધરાવે છે. અનીશનો પરિવાર તેલના બિઝનેશ સાથે જોડાયેલો છે. ઓમ બિરલાના સમધિ નરેશ રાજાણીની ગણતરી કોટાના મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમનો પરિવાર ઘણા વર્ષોથી તેલના બિઝનેશ સાથે જોડાયેલો છે, સમયની સાથે-સાથે કારોબાર આગળ વધતો રહ્યો છે. અનીશ પરિવારના બિઝનેશને ઇક્સપેન્શન કરી રહ્યો છે. અંજલી બિરલાની સાથે તેમની મુલાકાત સ્કૂલના દિવસોમાં થઈ હતી. લગ્નગ્રંથીથી જોડાયેલ ઓમ બિરલાની પુત્રી, જમાઈ અનીશ રાજાણીને લઈ કેમ હગામો મચ્યો છે?

World Diabetes Day 2024: સોનમ કપૂરથી લઈને આ હસ્તીઓને છે ડાયાબિટીસ! જાણો કેવી રીતે આપે છે જડબાતોડ જવાબ

આ કંપનીઓનો માલિક છે ઓમ બિરલાનો જમાઈ
ઓમ બિરલાનો જમાઈ અનીશ રાજાણી રજની પ્રોડક્ટસ પ્રાઈવેટ લિમિટેડ, Akr ગ્રીનકો પ્રાઈવેટ લિમિટેડ, પ્રિમેરો વેસ્ટ સોલ્યૂશન પ્રાઈવેટ લિમિટેડ, ધનીશ ટ્રેડ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ, આર્ક ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓની જવાબદારી સંભાળી રહ્યા છે. આ કંપનીઓના ડાયરેક્ટર તરીકે અનીશ નિમાયેલ છે. આ કંપનીઓની ટોટલ પેડ ઓફ કેપિટલ 2,300,000 રૂપિયા છે. તેમની નેટવર્થને લઈ કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. તેમના વ્યવસાયની જેમ તેમની જંગમ મિલકતો પણ કોટા સહિત રાજસ્થાનના ઘણા શહેરોમાં ફેલાયેલી છે. અનીશનો પરિવારનો વ્યવસાય ધીરે-ધીરે દેશના અલગ-અલગ વિસ્તારમાં આગળ વધી રહ્યો છે. 

ચાંદીના પાયે ચાલશે શનિદેવ; 3 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More