Home> India
Advertisement
Prev
Next

ઓમર અબ્દુલ્લાએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, રવિન્દ્ર રૈનાને હરાવનારા સુરિન્દર સિંહ ચૌધરી ડેપ્યુટી CM

રાજ્યને પૂરા 10 વર્ષ બાદ નવા મુખ્યમંત્રી મળ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને અખિલેશ યાદવ સહિત ઈન્ડિયા બ્લોકના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા. જાણો મંત્રીમંડળમાં કોણ કોણ છે સામેલ. 

ઓમર અબ્દુલ્લાએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, રવિન્દ્ર રૈનાને હરાવનારા સુરિન્દર સિંહ ચૌધરી ડેપ્યુટી CM

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને હવે નવા સીએમ મળી ગયા છે. ઓમર અબ્દુલ્લાએ આજે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યને પૂરા 10 વર્ષ બાદ નવા મુખ્યમંત્રી મળ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને અખિલેશ યાદવ સહિત ઈન્ડિયા બ્લોકના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરની નવી અબ્દુલ્લા કેબિનેટમાં વિધાયક મંત્રીઓએ પણ શપથ લીધા. 

fallbacks

રવિન્દ્ર રૈનાને હરાવનારા નેતા ડેપ્યુટી સીએમ  બન્યા
અત્રે જણાવવાનું કોંગ્રેસે પહેલેથી સ્પષ્ટ કરી દીધુ હતું કે તેમના કોઈ વિધાયક આજે કેબિનેટની શપથ લેશે નહીં. આ સમારોહ શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો. આજે મંત્રી તરીકે સતીષ શર્મા, સકીના ઈટુ, જાવેદ ડાર, સુરિન્દર ચૌધરી, જાવેદ રાણા અને જાવેદ ડારે પણ શપથ લીધા. ભાજપના નેતા રવિન્દ્ર રૈનાને ચૂંટણીમાં હરાવનારા સુરેન્દર ચૌધરી રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. 

ગઠબંધનને મળી હતી 48 સીટ
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ જેમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધને જીત મેળવી. 90 સીટોમાંથી નેશનલ કોન્ફરન્સને 42 સીટ અને કોંગ્રેસને 6 સીટ મળી. જ્યારે ભાજપને 29 બેઠકો પર જીત મળી. મહેબૂબા મુફ્તીની પીડીપીએ આ ચૂંટણીમાં દાટ વાળ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More