Home> India
Advertisement
Prev
Next

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ઘણા રાજ્યોએ કડકાઈ વધારી, આ જગ્યાએ લાગ્યા પ્રતિબંધો

નવા આંકડા પ્રમાણે ભારતમાં અત્યાર સુધી 223 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ છે. દેશમાં આ સમયે કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 78,190 છે. 

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ઘણા રાજ્યોએ કડકાઈ વધારી, આ જગ્યાએ લાગ્યા પ્રતિબંધો

નવી દિલ્હીઃ દેશભરના ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોના વાયરસ બીમારીના નવા સંક્રામક ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારાને ધ્યાનમાં રાખી તહેવારોની સીઝન પહેલા પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે. નવા આંકડા પ્રમાણે ભારતમાં અત્યાર સુધી 223 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ છે. દેશમાં આ સમયે કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 78,190 છે. 

fallbacks

દેશમાં વધી રહેલા ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્યના અધિકારીઓને કહ્યું કે કે જો સાપ્તાહિક કેસમાં 10 
ટકાની વૃદ્ધિ થાય છે કે આઈસીયૂ બેડની સંખ્યામાં 40 ટકાની વૃદ્ધિ થાય છે તો તે સ્વયં પ્રતિબંધ લગાવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ, 'ઓમિક્રોનના સર્વાધિક સંક્રામક ખતરાને જોતા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાની સરહદોની અંદર પ્રતિબંધ લગાવી શકે છે.'

જાણો રાજ્યવાર શું છે સ્થિતિ
દિલ્હી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી દુનિયાના ઓમિક્રોન ચાર્જમાં 57માં સ્થાને છે. દિલ્હીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 31 ડિસેમ્બર સુધી કોવિડ-19 પ્રતિબંધોને લંબાવી દીધા છે અને ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન સામાજિક અને સાંસ્કૃતિક સમારહો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને પબમાં ક્ષમતા 50 ટકા કરી દેવામાં આવી છે. તો બેન્કેટ હોલ મીટિંગ્સ, લગ્ન અને સંમેલનોમાં સંપૂર્ણ રીતે કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ કાશ્મીરમાં એક કલાકમાં બે આતંકી હુમલા, શ્રીનગરમાં નાગરિકની હત્યા, અનંતનાગમાં પોલીસકર્મી શહીદ

મહારાષ્ટ્ર
દેશના કુલ 223 ઓમિક્રોન કેસમાં 54 મહારાષ્ટ્રમાં છે. રાજ્ય સરકારે પણ 16-31 ડિસેમ્બર સુધી કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા પર કલમ 144 લગાવી છે. માત્ર પૂર્ણ રસીકરણ કરનાર લોકોને જ દુકાનો કે જાહેર પરિવહનમાં પ્રવેશની મંજૂરી છે. કોમર્શિયલ પરિસરના માલિકોને 200થી વધુ લોકોની સભા માટે પોતાના વોર્ડ અધિકારીઓ પાસે મંજૂરીની જરૂર પડશે. આ સિવાય પણ અન્ય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. 

કર્ણાટક
કર્ણાટકમાં ઓમિક્રોનના 19 કેસ સામે આવ્યા છે. રાજ્યએ નવા વર્ષની પૂર્વ સંધ્યા દરમિયાન તમામ જાહેર સમારહો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં બેંગલુરૂનો એમડી રોડ અને બ્રિગેડ રોડ પણ સામેલ છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યુ છે- રાજ્યના કોઈપણ ભાગમાં જાહેર ઉત્સવ અને વિશેષ કાર્યક્રમ યોજાશે નહીં. ક્લબ અને રેસ્ટોરન્ટ માટે 50 ટકા ક્ષમતા રાખવામાં આવી છે. પરંતુ કોઈપણ ડીજે કે અન્ય પાર્ટીની મંજૂરી નથી. તમામ કર્મચારીઓએ નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટની સાથે સંપૂર્ણ રસીકરણ થવું જરૂરી છે. 

આ પણ વાંચોઃ Omicron એ દેશની ચિંતા વધારી, કેરલમાં 9 અને જયપુરમાં 4 નવા કેસ, લાગી શકે છે પ્રતિબંધ

ગુજરાત
ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ સામે આવ્યા છે. સરકારે રાત્રી કર્ફ્યૂને 8 મહાનગરોમાં 31 ડિસેમ્બર સુધી વધારી દીધું છે. જિમ અને રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે કામ કરી શકે છે, જ્યારે સિનેમા હોલમાં 100 ટકાની મંજૂરી હશે. 

પશ્ચિમ બંગાળ
તો પશ્ચિમ બંગાળ સરકારે ઓમિક્રોનના ઓછા કેસને ધ્યાનમાં રાખી ન્યૂ યર અને ક્રિસમસ પર સેલિબ્રેશનની છૂટ આપી છે. ક્રિસમસ અને નવા વર્ષના દિવસને છોડીને  રાત્રે 11 કલાકથી સવારે 5 કલાક સુધી 15 જાન્યુઆરી સુધી પ્રતિબંધો રહેશે. 

તે જ સમયે, યુપીમાં ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને, સરકારે 31 ડિસેમ્બર સુધી CrPC હેઠળ કલમ 144 લાગુ કરી છે. રાજસ્થાન અને તેલંગાણામાં ઓમિક્રોનના 18 અને 24 કેસ છે. જો કે, ડિસેમ્બરના અંતમાં તહેવારોના સપ્તાહ માટે હજુ સુધી કોઈ ચોક્કસ નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More