Home> India
Advertisement
Prev
Next

દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 391 થયા, મહારાષ્ટ્રમાં આંકડો 100ને પાર, અનેક રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધો

ભારતમાં હવે ઓમિક્રોનના કેસે ચિંતા ઉભી કરી દીધી છે. 17 રાજ્યોમાં આ વેરિએન્ટ પહોંચી ગયો છે. નવા વેરિએન્ટના જોખમને જોતા અનેક રાજ્ય સરકારોએ પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. 
 

દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 391 થયા, મહારાષ્ટ્રમાં આંકડો 100ને પાર, અનેક રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધો

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ પહેલા જ કહ્યું હતું કે દોઢથી ત્રણ દિવસમાં કેસ બમણા થઈ શકે છે અને તેવું જોવા મળી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 391 થઈ ગઈ છે, જેમાંથી 124 દર્દી સાજા થઈ ચુક્યા છે. શુક્રવારે 33 નવા કેસ સામે આવ્યા અને તેલંગણામાં ઓમિક્રોનથી સંક્રમિત 10 દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ઓમિક્રોનના નવા 20 કેસ આવ્યા છે અને કુલ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 108 થઈ ગઈ છે. 

fallbacks

17 રાજ્યો સુધી પહોંચ્યો ઓમિક્રોન
તો ગુજરાતમાં 13 નવા કેસ મળ્યા છે અને રાજ્યમાં કુલ આંકડો 43 થઈ ગયો છે. આ સિવાય દિલ્હીમાં અત્યાર સુધી ઓમિક્રોનના 67, તેલંગણામાં 38, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31 કેસ સામે આવ્યા છે. આ વેરિએન્ટ અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પહોંચી ચુક્યો છે. કેરલમાં ઓમિક્રોનના 8 નવા કેસ સામે આવતા કુલ કેસ 37 થી ગયા છે. સાથે કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત બે વ્યક્તિને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Omicron ના લીધે હવે આ રાજ્યોએ લગાવ્યા પ્રતિબંધો, બહાર નિકળતાં પહેલાં જાણી લો નિયમ

શુક્રવારે દેશમાં કોરોનાના 6650 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે આ દરમિયાન કોરોના સંક્રમણના 6650 નવા કેસ સામે આવ્યા છે અને 374 લોકોના  નિધન થયા છે. તેમાંથી 323 મોત માત્ર કેરલ અને 17 મહારાષ્ટ્રમાં છે. સક્રિય કેસમાં 775નો ઘટાડો થયો છે. વર્તમાનમાં એક્ટિવ કેસ 77516 રહી ગયા છે, જે કુલ કેસના 0.22 ટકા છે. 

અત્યાર સુધી વેક્સીનના 141.02 ડોઝ લગાવવામાં આવ્યા
કોવિન પોર્ટલ પર શુક્રવારે સાંજે છ કલાકના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોના વિરોધી વેક્સિનના કુલ 141.02 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાંથી 83.60 કરોડ પ્રથમ અને 57.41 કરોડ બીજો ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More