Home> India
Advertisement
Prev
Next

PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું- આ આચાર સંહિતાનું ઉલ્લંઘન

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખગડપુરમાં કહ્યું- અહીં ચૂંટણી થઈ રહી છે અને તે (પીએમ) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર વ્યાખ્યાન આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. 

PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું- આ આચાર સંહિતાનું ઉલ્લંઘન

કોલકત્તાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના બાંગ્લાદેશ પ્રવાસનો શનિવારે બીજો દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા પણ હાજર હતા. પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયની આશરે 30થી 40 વિધાનસભા સીટો પર અસર જોવા મળી છે. તો વિધાનસભા ચૂંટણીમાં થઈ રહેલા મતદાન વચ્ચે પ્રધાનમંત્રી મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પસંદ આવ્યો નથી. તેમણે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 

fallbacks

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખગડપુરમાં કહ્યું- અહીં ચૂંટણી થઈ રહી છે અને તે (પીએમ) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર વ્યાખ્યાન આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. 

ઓરાકંડીમાં શું બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ, 'હું ઘણા વર્ષોથી ઓરાકાંડી આવવાની રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે હું 2015માં બાંગ્લાદેશ આવ્યો હતો તો મેં ઓરાકાંડી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું આજે તેવો અનુભવ કરી રહ્યો છે, જે ભારતમાં રહેતા મતુઆ સંપ્રદાયના મારા હજારો-લાખો ભાઈ-બહેન ઓરાકાંડી આવી અનુભવે છે.'

ભારત-બાંગ્લાદેશના સંબંધ પર શું બોલ્યા પીએમ
બન્ને દેશોના સંબંધો પર પીએમ મોદીએ કહ્યુ- ભારત અને બાંગ્લાદેશ બન્ને દેશ પોતાના વિકાસથી, પોતાની પ્રગતિથી વિશ્વની પ્રગતિ જોવા ઈચ્છે છે. બન્ને દેશ દુનિયામાં અસ્થિરતા, આતંક અને અશાંતિના સ્થાને સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઈચ્છે છે. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ: મતુઆ સમુદાયને પીએમ મોદીએ કહ્યું, 'આપણો મનથી મનનો સંબંધ છે'

પીએમ મોદીએ આગળ કહ્યુ, શ્રી શ્રી હોરિચાન્દ દેવજીની શિક્ષાઓને જન-જન સુધી પહોંચાડવામાં, દલિત-પીડિત સમાજને એક કરવામાં ખુબ મોટી ભૂમિકા તેમના ઉત્તરાધિકારી શ્રી શ્રી ગુરૂચોન્દ ઠાકુરજીની પણ છે. શ્રી શ્રી ગુરૂચોન્દ જીએ આપણે, ભક્તિ, ક્રિયા અને જ્ઞાનનું સૂત્ર આપ્યુ હતું. ગુલામાના તે સમયમાં પણ હોરિચાન્દ ઠાકુરજીએ સમાજને તે જણાવ્યુ હતુ કે આપણી વાસ્તવિક પ્રગતિનો માર્ગ શું છે. આજે ભારત હોય કે બાંગ્લાદેશ સામાજીક એકતા, સમરસતાના તે મંત્રોથી વિકાસના નવા આયામો સર કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More