Home> India
Advertisement
Prev
Next

પીએમના આગ્રહ પર સૈનિકોના સન્માનમાં રાજનાથ સિંહ સહિત અન્ય લોકોએ દીપ પ્રગટાવ્યા

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, દોસ્તો, તહેવારના આ સમયમાં આપણે તે બહાદુર સૈનિકોને જરૂર યાદ કરવા જોઈએ, જે ભારત માતારની સેવા કરી રહ્યા છે અને સુરક્ષા આપી રહ્યા છે. તેમને યાદ કર્યા બાદ આપણે દિવાળી ઉજવવી જોઈએ.
 

પીએમના આગ્રહ પર સૈનિકોના સન્માનમાં રાજનાથ સિંહ સહિત અન્ય લોકોએ દીપ પ્રગટાવ્યા

નવી દિલ્હીઃ પીએમ મોદીના આગ્રહ પર દિવાળીના દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય લોકોએ સરહદ પર તૈનાત જવાનોના સન્માનમાં દીવા પ્રગટાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ દેશની જનતાને અપીલ કરી હતી કે તે સૈનિકોને સલામી તરીકે એક દીપ પ્રગટાવે કારણ કે માત્ર શબ્દોથી તેમના અદમ્ય સાહસ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત ન કરી શકાય. 

fallbacks

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, દોસ્તો, તહેવારના આ સમયમાં આપણે તે બહાદુર સૈનિકોને જરૂર યાદ કરવા જોઈએ, જે ભારત માતારની સેવા કરી રહ્યા છે અને સુરક્ષા આપી રહ્યા છે. તેમને યાદ કર્યા બાદ આપણે દિવાળી ઉજવવી જોઈએ. આપણે ભારત માતાના તે બહાદુર પુત્ર-પુત્રીઓ માટે પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. તેમણે સરહદ પર તૈનાત જવાનોના પરિવાર પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો. દિવાળીની પૂર્વ સંધ્યા પર પાકિસ્તાનની ગોળીબારીમાં પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા. આ ઘટના બાદ પાકિસ્તાને પણ મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તેના આઠ જવાનોના મોત થયા અને તેલ ડિપો પણ ધ્વસ્ત થઈ ગયો હતો. 

તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ અને તેમના પરિવારે હૈદરાબાદ સ્થિત પોતાના નિવાસ પર ધૂમધામથી દિવાળી મનાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More