Home> India
Advertisement
Prev
Next

આતંકવાદીઓએ 2 લોકોને બંધક બનાવ્યા, સુરક્ષાદળોએ 1ને છોડાવ્યો

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષાદળો, પોલીસ અને સમુદાયનાં સભ્યોની મદદથી એક વ્યક્તિને મુક્ત કરાવી લેવામાં આવ્યો છે

આતંકવાદીઓએ 2 લોકોને બંધક બનાવ્યા, સુરક્ષાદળોએ 1ને છોડાવ્યો

શ્રીનગર :  જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લાનાં હજ્જિન વિસ્તારમાં આતંકવાદીઓએ બે નાગરિકોને બંધક બનાવ્યા છે. જો કે સુરક્ષા દળોએગુરૂવારે સ્થાનીક લોકોની મદદથી એક વ્યક્તિને છોડાવી લીધો છે. પોલીસે જણાવ્યું કે, સુરક્ષાદળોએ  આતંકવાદી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે જણાવ્યું કે, સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ હજ્જીનમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. ત્યાર બાદ આતંકવાદીઓએ બે લોકોને બંધક બનાવ્યા હતા. 

fallbacks

હોળી રમી રહેલ BJP ધારાસભ્યોને માળી ગોળી, ખનન માફીયાઓ પર શંકા

પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું કે, સુરક્ષા દળો, પોલીસ અને સમુદાયનાં સભ્યોની મદદ થી એક વ્યક્તિને મુક્ત કરાવી લીધા છે. જ્યારે બીજાને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે, બીજો વ્યક્તિ તરૂણ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારને ઘેરીને તરૂણને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More