અમદાવાદ :જેએનયુ હિંસા (JNU Violence) નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. 5 જાન્યુઆરીના રોજ સાબરમતી હોસ્ટેલમાં થયેલી હિંસાથી પહેલા દંડાની પાસે પેરિયાર હોસ્ટલની બહાર બુકાનીધારી એકછા થયા હતા. પોલીસ ભીડને કાબૂ કરવાનો પ્રયાસ કરી રહી હતી. વીડિયોમા વિદ્યાર્થીઓ દંડા પકડેલા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો પેરિયાર હોસ્ટેલમાં થયેલા હુમલા પહેલાનો છે. અનેક વિદ્યાર્થીઓ હુમલાની તૈયારી કરી રહ્યાં છે. તે સમયે વર્દીમાં કેટલાક પોલીસવાળા દેખાઈ રહ્યાં છે. પોલીસવાળા ઉગ્ર વિદ્યાર્થીઓને રોકતા દેખાઈ રહ્યાં છે. વર્દીમાં જે પોલીસ છે, તે વિદ્યાર્થીઓને સમજાવીને તેઓની પાસેથી દંડા પરત લઈ રહ્યાં છે. એક વિદ્યાર્થીની સાથે ધક્કામુક્કી થઈ રહી છે, તે હાથ જોડી રહ્યો છે.
પોતાના જ વેડિંગ રિસેપ્શનમાં અત્યંક સેક્સી અંદાજમાં પહોંચી નેહા, જુઓ Photos
બીજી તરફ, 5 જાન્યુઆરીના રોજ જેએનયુ (JNU) માં થયેલી હિંસા પર દિલ્હી પોલીસે જે સબૂત રજૂ કર્યાં છે, તે સબૂતોને લઈને રાજનીતિ થઈ રહી છે. જેએનયુ મેનેજમેન્ટે હિંસાની તપાસ માટે 5 સદસ્યોની કમિટીનું ગઠન કર્યું છે. સાથે જ એ વિદ્યાર્થીઓને પરત ફરવાની અપીલ કરી છે, જે હિંસા બાદ હોસ્ટેલ છોડીને જતા રહ્યાં હતા.
ઓળખી શક્તા હોવ તો ઓળખી બતાવો, આ બાળકીમાં છુપાયો છે એક સુંદર એક્ટ્રેસનો ચહેરો
જેએનયુ (JNU) મેનેજમેન્ટે કહ્યું કે, 13 જાન્યુઆરીથી યુનિવર્સિટીમાં ફરીથી અભ્યાસ શરૂ થઈ જશે. આ બધાની વચ્ચે જેએનયુ હિંસાની આગમાં પડેલા તમામની પોલ ખૂલી ગઈ છે, તો હવે કેટલાક રાજકીય દળ તે લોકોને બચાવવા માટે દિલ્હી પોલીસ પર સવાલ નિશાન કરી રહ્યાં છે. દિલ્હી પોલીસે ગઈકાલે જ વામપંથી હિંસાનો ચહેરાનો પર્દાફાશ કર્યો છે. 9 લોકોની ઓળખનો પોલીસે ખુલાસો કર્યો છે, જેમાંથી 7 લેફ્ટના હતા, તેમાં જેએનયુ વિદ્યાર્થી સંઘની આઈશી ઘોષનું નામ પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે