Home> India
Advertisement
Prev
Next

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, CRPF જવાનને ઈજા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયો છે. તો આ હુમલામાં એક સીઆરપીએફ જવાનને ઈજા પહોંચી છે. 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, CRPF જવાનને ઈજા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા છે. તો આ હુમલામાં એક અન્ય સીઆરપીએફ જવાન ઈજાગ્રસ્ત થયો છે. હુમલો પુલવામાના પિંગલાનામાં થયો છે. અહીં આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. 

fallbacks

આ હુમલામાં એક પોલીસ કર્મી શહીદ થયો અને સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી છે. આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં કરવા માટે સૈન્ય મોકલવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે મામલાની જાણકારી આપતા જણાવ્યું કે આ ક્ષેત્રની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરી ઘટનાની જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે આતંકીઓએ પુલવામાના પિંગલાનામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ હુમલાના થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં લશ્કર તૈયબા સાથે સંબંધ રાખનાર એક આતંકીને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. આ આતંકીની ઓળખ નસીર અહમદ ભટના રૂપમાં થઈ હતી. જાણવા મળ્યું કે હાલમાં એક એનકાઉન્ટર દરમિયાન તે ભાગવામાં સફળ રહ્યો હતો. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે તે ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More