Home> India
Advertisement
Prev
Next

અમિત શાહે પુલવામાના શહીદો આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દેશ વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે

કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)એ પુલવામા હુમલા (Pulwama Attack)ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. અમિત શાહે કહ્યું કે ભારત હંમેશા દેશના વીરો અને તેમના પરિવારનો આભારી રહેશે. પુલવામા હુમલાની પહેલી વરસી પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું 'હું પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. ભારત હંમેશા વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે, જેમણે માતૃભૂમિની સંપ્રભુતા અને અંખડતા માટે બલિદાન આપ્યું.  

અમિત શાહે પુલવામાના શહીદો આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દેશ વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)એ પુલવામા હુમલા (Pulwama Attack)ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. અમિત શાહે કહ્યું કે ભારત હંમેશા દેશના વીરો અને તેમના પરિવારનો આભારી રહેશે. પુલવામા હુમલાની પહેલી વરસી પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું 'હું પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. ભારત હંમેશા વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે, જેમણે માતૃભૂમિની સંપ્રભુતા અને અંખડતા માટે બલિદાન આપ્યું.  

fallbacks

પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતાંન રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું '2019ના કાયર પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને યાદ કરું છું. ભારત ક્યારેય તેમના બલિદાનને ભૂલશે નહી. આખો દેશ આતંકવાદ વિરૂદ્ધ એકજુટ ઉભો છે અને અમે તેનાવિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ રાખીશું. 

ભારતના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે Pulwama Attack ની આજે વરસી છે. શહીદ જવાનોના શૌર્ય, સાહસ, પરાક્રમને ભારત સલામ કરે છે. દેશની રક્ષા માટે પોતાન પ્રાણોને બલિદાન કરી દેનાર વીર સપૂતોને આ દેશ યુગો-યુગો સુધી ઋણી રહેશે. અમે શહીદોના પરિવાર સાથે છીએ. હવે આ પરિવાર દેશનો પરિવાર છે. વીરોને નમન!

તમને જણાવી દઇએ કે પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહંમદ (જૈશ)ના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 જવાનો મોતને ભેટ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More