Home> India
Advertisement
Prev
Next

Covid 19 ને મ્હાત કરતું દિલ્હી સરકારનું રામબાણ 'ઓપરેશન શિલ્ડ' કોરોના પર સંપુર્ણ કાબુ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસના હોટસ્પોટ ધરાવતા 2 વિસ્તારોમાં ઓપરેશન શિલ્ડની સફળતાની જાહેરાત કરી હતી. વસુંધરા એન્કલેવ અને ખિચડીપુરમાં ઓપરેશન શીલ્ડ સફળ રહ્યું. બંન્ને સ્થળોને 31 માર્ચ સુધી સંપુર્ણ સીલ કરી દેવાયા હતા. ગત્ત 15 દિવસમાં કોવિડ 19 નો એક પણ કેસ આ સ્થળો પરથી છેલ્લા 15 દિવસમાં સામે નથી આવ્યો. વસુંધરા એન્કલેવનાં મનસારા એપાર્ટમેન્ટમાં 1 કોરોના વાયરસ પોઝિટિવ વ્યક્તિ મળી આવ્યો હતો. એટલા માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. કોરોના વાયરસ રિપોર્ટ પહેલા તે વ્યક્તિએ તમામ જાહેર સુવિધાઓનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. દિલ્હી સરકારે 188 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે અને ચેકિંગ કર્યું હતું.

Covid 19 ને મ્હાત કરતું દિલ્હી સરકારનું રામબાણ 'ઓપરેશન શિલ્ડ' કોરોના પર સંપુર્ણ કાબુ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસના હોટસ્પોટ ધરાવતા 2 વિસ્તારોમાં ઓપરેશન શિલ્ડની સફળતાની જાહેરાત કરી હતી. વસુંધરા એન્કલેવ અને ખિચડીપુરમાં ઓપરેશન શીલ્ડ સફળ રહ્યું. બંન્ને સ્થળોને 31 માર્ચ સુધી સંપુર્ણ સીલ કરી દેવાયા હતા. ગત્ત 15 દિવસમાં કોવિડ 19 નો એક પણ કેસ આ સ્થળો પરથી છેલ્લા 15 દિવસમાં સામે નથી આવ્યો. વસુંધરા એન્કલેવનાં મનસારા એપાર્ટમેન્ટમાં 1 કોરોના વાયરસ પોઝિટિવ વ્યક્તિ મળી આવ્યો હતો. એટલા માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. કોરોના વાયરસ રિપોર્ટ પહેલા તે વ્યક્તિએ તમામ જાહેર સુવિધાઓનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. દિલ્હી સરકારે 188 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે અને ચેકિંગ કર્યું હતું.

fallbacks

LOCKDOWN : સૈનિકો માટે ચલાવાશે સ્પેશ્યલ ટ્રેન, આ કારણે રેલવે કરશે ખાસ વ્યવસ્થા

ખિચડીપુરની 3 ગલીમાં 2 કોરોના વાયરસનાં દર્દીઓ મળ્યા હતા. 31 માર્ચે આ બંન્ને વિસ્તાર પણ સીલ કરી દેવામાં આવ્ય હતા. ખીચડીપુરનાં આ વિસ્તારમાં ખુબ જ સધન વસ્તી હોય છે. સંક્રમણનો અહીં સૌથી વધારે ખતરો જોવા મળે છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે તમામ 398 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. 

PM મોદીના સંબોધને બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડ લોકોએ જોયું LIVE પ્રસારણ

કઇ રીતે લાગુ કરવામાં આવ્યો સમગ્ર વિસ્તાર
દિલ્હી સરકારે આ બંન્ને વિસ્તારમાંથી બહાર નિકળવા પર કડક પ્રતિબંધ લગાવી દીધો હતો. ઓપરેશન શીલ્ડ યોગ્ય રીતે લાગુ કરવામા આવ્યું હતુ. ઘરોને સીલ કરી દેવાયા હતા. હોમ ક્વોરન્ટિન, આઇસોલેશન અને પેશન્ટનાંટ્રેસિંગ અંગે કામ કરવામાં આવ્યું. જરૂરી સામાનનું ડોર ટુ ડોર ડિલિવરી કરવામાં આવી. સ્થાનિક સ્તર પર સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી. સ્વાસ્થ ટીમો આ દરમિયાન પ્રભાવિત વિસ્તારોની ઓળખ કરતી રહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More