BrahMos Missile System: ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કરતા વિશ્વમાં તે ચર્ચામાં આવી ગઈ છે. આવું પહેલીવાર બન્યું કે તેનો ઉપયોગ કોઈ યુદ્ધમાં કરાયો હોય. જો કે ભારતે અધિકૃત રીતે તેના ઉપયોગની પુષ્ટિ કરી નથી. પરંતુ પાકિસ્તાને સ્વીકાર્યું છે કે તેના પર બ્રહ્મોસ છોડવામાં આવી હતી.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે લખનઉમાં નવી બ્રહ્મોસ મિસાઈલ સુવિધાના ઉદ્ધાટનમાં ભાગ લીધો હતો. હવે એ પણ જાણો કે આ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે કયા કયા દેશો રસ દાખવી રહ્યા છે.
ફિલિપાઈન્સ- ભારતે પહેલા ફિલિપાઈન્સ સાથે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલો માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એવું કહેવાય છે કે આ ઐતિહાસિક ડીલ ભારતની પહેલી મુખ્ય ડિફેન્સ એક્સપોર્ટ છે. જેને જાન્યુઆરી 2022માં અંદાજિત 375 મિલિયન ડોલરમાં હસ્તાક્ષરિત કરાઈ હતી. આ સમજૂતિ હેઠળ ભારતે ફિલિપાઈન્સને ત્રણ કાંઠા વિસ્તારોની રક્ષા માટે બેટરીઓ મોકલવાની છે. પહેલી બેટરી એપ્રિલ 2024માં ડિલિવર કરી હતી. જ્યારે બીજી એપ્રિલ 2025માં મોકલવાની હતી. જ્યાં ભારતે એપ્રિલ 2025માં ફિલિપાઈન્સને બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલોની બીજી બેટરી પણ મોકલી દીધી.
ઈન્ડોનેશિયા
ઈટીના એક રિપોર્ટ મુજબ ભારત આ વર્ષની શરૂઆતમાં ઈન્ડોનેશિયાને પણ બ્રહ્મોસ મિસાઈલ વેચવા પર વિચાર કરતું હતું. આ ડીલ લગભગ 450 મિલિયન ડોલરની છે. છેલ્લા એક દાયકાથી વાત ચાલુ છે. ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ ઈન્ડોનેશિયા ક્રૂઝ મિસાઈલના એડવાન્સ વર્ઝનની ઈચ્છા છે.
વિયેતનામ, મલેશિયા, અને અન્ય
વિયેતનામ પોતાની સેના અને નેવી માટે બ્રહ્મોસ મિસાઈલ ઈચ્છે છે. ભારત સાથે આ 700 મિલિયન ડોલરની ડીલ હોવાનું અનુમાન છે. મલેશિયા પોતાના સુખોઈ Su-30MKM ફાઈટર વિમાનો, અને Kedah શ્રેણીના જહાજો માટે બ્રહ્મોસ મિસાઈલો ઈચ્છે છે.
થાઈલેન્ડ, સિંગાપુર, બ્રુનેઈ, બ્રાઝીલ, ચિલી, આર્જેન્ટીના, વેનેઝુએલા, ઈજિપ્ત, સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), કતર, ઓમાને પણ બ્રહ્મોસ મિસાઈલમાં અલગ અલગ પ્રકારે રસ દાખવ્યો છે. વિશેષજ્ઞો કહે છે કે ક્ષેત્રના અનેક દેશ દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી સૈન્ય આક્રમકતાને જોતા બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા પર વિચાર કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે