China Role in Operation Sindoor: ઓપરેશન સિંદૂર વિશે એક મોટો ખુલાસો થયો છે. ભારતીય સેનાના એક ટોપ ઓફિસરે કહ્યું કે જે સમયે ભારત ઓપરેશન સિંદૂર ચલાવતું હતું ત્યારે ચીન તરફથી પાકિસ્તાનને લાઈવ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો હતો. સૈન્ય ટેક્નોલોજી પર કેન્દ્રીત ફિક્કીના એક કાર્યક્રમમાં બોલતા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (ક્ષમતા વિકાસ) લેફ્ટેનન્ટ જનરલ રાહુલ આર સિન્હાએ કહ્યું કે જ્યારે DGMO સ્તરની વાતચીત ચાલુ હતી ત્યારે પાકિસ્તાનને ચીન દ્વારા અમારી તૈનાતીના લાઈવ ઈનપુટ મળતા હતા. આવામાં અમારે એક જગ્યાએથી લોકેશન જલદી બદલવું પડ્યું અને યોગ્ય કાર્યવાહી કરવી પડી.
લેફ્ટેનન્ટ જનરલ સિંહે કહ્યું કે ભારત ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણ દુશ્મનો સામે લડી રહ્યું હતું. તેમણે કહ્યું કે આપણી પાસે એક સીમા છે પરંતુ વિરોધી બે, વાસ્તવમાં ત્રણ. તેમાં પાકિસ્તાન સૌથી આગળ હતું. ચીન દરેક શક્ય મદદ કરી રહ્યું હતું. પાકિસ્તાન પાસે 81% સૈન્ય હાર્ડવેર ચીને આપેલા છે. બીજા હથિયારો વિરુદ્ધ ચીન પોતાના વેપનનો ટેસ્ટ કરી રહ્યું હતું. આ તેમના માટે એક લાઈવ લેબ જેવું હતું.
ઉપ સેના પ્રમુખે જણાવ્યું કે તુર્કીએ પણ આ પ્રકારે મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે પોતાના ઘાતક Bayraktar ડ્રોન પાકિસ્તાનને આપ્યા. અમે સંઘર્ષ દરમિયાન અનેક બીજા ડ્રોન પણ આવતા જોયા હતા.
#WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm
— ANI (@ANI) July 4, 2025
પાકિસ્તાન કરી શકે છે
ઉપર સેના પ્રમુખે એમ પણ કહ્યું કે જો આગળ બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ બને તો પાકિસ્તાન ભારતના વસ્તીવાળા વિસ્તારોને પણ ટાર્ગેટ કરી શકે છે. આ વખતે એવું બન્યું નહીં પરંતુ આગળ આ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. ભારતીય સેનાના ટોપ ઓફિસરે મિશનની ઓપરેશન ડીટેલ અને તારણો પણ શેર કર્યા. તેમણે કહ્યું કે સેનાની રણનીતિક યોજના ટેક્નોલોજી અને ઈન્ટેલિજન્સ ઈનપુટ બંને પર આધારિત હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી કેટલાક પાઠ ભણ્યા.
તેમણે કહ્યું કે લીડરશીપ તરફથી રણનીતિક સંદેશ બિલકુલ સ્પષ્ટ હતો, થોડા વર્ષો પહેલાની જેમ હવે દર્ગ સહન કરવાની કોઈ શક્યતા નથી. ટાર્ગેટની યોજના અને સિલેક્શન ઘણા બધા ડેટા પર આધારિત હતો જેને ટેક્નિક અને માણસોની મદદથી ગુપ્ત જાણકારીનો ઉપયોગ કરી ભેગો કરાયા હતા. કુલ 21 ટાર્ગેટની ઓળખ કરાઈ હતી જેમાંથી 9 લક્ષ્યાંકો પર અમે વિચાર્યું કે તેને જ નિશાન બનાવવા એ સમજદારી રહેશે. અંતિમ કલાકોમાં નિર્ણય લેવાયો કે આ 9 ટાર્ગેટને નિશાન બનાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે