Sudarshan Chakra S-400: ભારતે પાકિસ્તાન પર સતત હુમલાનો વરસાદ શરૂ કરી દીધો છે. આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલા પછી, જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતીય શહેરોને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારે ભારતે તેને પણ પાઠ ભણાવ્યો. અહેવાલ છે કે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલી HQ-9 ને તોડી પાડી છે. આ કામ ભારતની સૌથી મજબૂત હવાઈ સંરક્ષણ સિસ્ટમ S-400 દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એવી મિસાઈલ સિસ્ટમ છે જે હુમલો થતાં જ સક્રિય થઈ જાય છે અને દુશ્મનના વિમાન કે મિસાઈલનો તરત જ નાશ કરે છે. ભારતીય સેનાએ આ સંરક્ષણ પ્રણાલીનું નામ સુદર્શન ચક્ર રાખ્યું છે, તો ચાલો જાણીએ કે આ સુદર્શન ચક્ર દુશ્મનનો નાશ કેવી રીતે કરે છે.
એરિયલ ટાર્ગેટડ આંખના પલકારામાં હવામા નષ્ટ કરી શકે છે
આ સિસ્ટમ ઓછા અંતરથી લઈને લાંબા અંતર સુધી મંડરાઈ રહેલા કોઈ પણ એરિયલ ટાર્ગેટને આંખના પલકારામાં હવામાં નષ્ટ કરી શકે છે. એટલું જ નહીં આકાશમાં ફૂટબોલ આકારની પણ જો કોઈ ચીજ મંડરાતી જોવા મળશે તો આ સિસ્ટમ તેને ડિટેક્ટ કરીને નષ્ટ કરી શકે છે. આ મિસાઈલ સિસ્ટમ પહેલા પોતાના ટાર્ગેટને સ્પોટ કરે છે, પછી ઓળખે છે અને ઓળખ થયા બાદ મિસાઈલ સિસ્ટમ તેને મોનિટર કરવાનું શરૂ કરી દે છે તથા તેના લોકેશનને ટ્રેક કરે છે. S-400 કિલોમીટર સુધીની રેન્જમાં આવનારા દુશ્મનના એરક્રાફ્ટ, ફાઈટર જેટ્સ, સ્ટીલ્થ પ્લેન, મિસાઈલ અને ડ્રોનને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
અભેદ્ય કવચ છે આ સિસ્ટમ, રડારથી ગાયબ વિમાન ઉપર પણ એટેકની ગેરંટી!
S-400 ડિફેન્સ સિસ્ટમમાં એવું તે શું છે કે તેના આવવાના એંધાણ માત્રથી ચીનની ઊંઘ ઉડી ગઈ છે. આવો જાણીએ.આ સિસ્ટમ આવ્યાં બાદ ભારતને કર્ણનું સુરક્ષા કવચ મળી જશે. એટલે કે એટલું અભેદ્ય કે કોઈ તેને ભેદ કરી શકશે નહીં. કોઈ આપણી સરહદની અંદર દાખલ થઈ શકશે નહીં. જે કોશિશ પણ કરશે તો તેને હવામાં જ ખતમ કરી નાખવામાં આવશે. આ સિસ્ટમ ફાઈટર જેટને હવામાં જ નષ્ટ કરી નાખે છે. મિસાઈલોને હવામાં જ ખતમ કરી દે છે. હેલિકોપ્ટર પર વાર કરવો એ તેના માટે સાવ સામાન્ય વાત છે. રડારથી અદ્રશ્ય થયેલા વિમાન ઉપર પણ એટેકની ગેરંટી લઈ શકે છે. 2020માં હિન્દુસ્તાનની સેના પાસે આવું જબરદસ્ત ઘાતક હથિયાર આવવાનું છે. એસ-400 ભારતીય સેના માટે 2020માં સૌથી મોટી તાકાત બનવાનું છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાને 15 શહેરોમાં ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જાણો
શું છે ખાસિયતો?
- S-400 Triumf એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ત્રણ પ્રકારની અલગ અલગ મિસાઈલ છોડી શકે છે.
- તે ઓછા અંતરથી લઈને લાંબા અંતર સુધી મંડરાઈ રહેલા કોઈ પણ એરિયલ ટાર્ગેટને આંખના પલકારામાં જ નષ્ટ કરી શકે છે.
- એટલું જ નહીં આકાશમાં ફૂટબોલના આકારની કોઈ પણ ચીજ જો મંડરાતી જોવા મળશે તો આ મિસાઈલ સિસ્ટમ તેને ડિટેક્ટ કરીને નષ્ટ કરી શકે છે.
- આ મિસાઈલ સિસ્ટમ પહેલા પોતાના ટાર્ગેટને સપોર્ટ કરે છે અને પછી તેને ઓળખે છે.
- ઓળખ થયા બાદ મિસાઈલ સિસ્ટમ તેને મોનિટર કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ તેનું લોકેશન ટ્રેક કરે છે.
- ખાસ વાત એ પણ છે કે આ સિસ્ટમને હુમલા માટે તૈયાર થતા 5 મિનિટથી વધુ સમય લાગતો નથી.
- સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે S-400 Triumf એર ડિફેન્સ સિસ્ટમને સેનાના ત્રણેય અંગો એટલે કે વાયુસેના, જળસેના, અને થળસેનાના યુનિટ્સમાં સામેલ કરવામાં આવી શકે છે. હજુ આ એર ડિફેન્સ સિસ્ટ ફક્ત રશિયાની સેના પાસે છે. રશિયાની સેનાની 12 Anti-Aircraft Rocket Regiment ની 25 બટાલિયનમાં એસ-400ના 200 લોન્ચર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે