Home> India
Advertisement
Prev
Next

ઓપરેશન સિંદૂર: સરહદ પાર કહેર મચાવનાર Precision Strike Weapon System વિશે ખાસ જાણો...જેણે આતંકીઓનો ખુડદો બોલાવ્યો

What is Precision Strike Weapon, ઓપરેશન સિંદૂર:  ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાનના 9 ઠેકાણા પર મિસાઈલથી હુમલા કર્યા. જેમાં PSWSનો ઉપયોગ કર્યો. ભારતે આ સિસ્ટમનો ઉપયોગ શા માટે કર્યો તે પણ જાણવા જેવું છે. 

ઓપરેશન સિંદૂર: સરહદ પાર કહેર મચાવનાર Precision Strike Weapon System વિશે ખાસ જાણો...જેણે આતંકીઓનો ખુડદો બોલાવ્યો

ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા પર મિસાઈલ એટેક કર્યો. આ હુમલાએ સમગ્ર દુનિયાને સંદેશો આપ્યો કે ભારત જેવા સાથે તેવા જેવો જવાબ આપવાનું જાણે છે. આ હુમલામાં આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદના આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા. આ હુમલામાં ભારતે Precision Strike Weapon System (PSWS) નો ઉપયોગ કર્યો. જાણો આખરે આ શું છે જેણે પાકિસ્તાનના હાજા ગગડાવી નાખ્યા. 

fallbacks

શું છે પ્રેસિઝન સ્ટ્રાઈક વેપન સિસ્ટમ? (What is Precision Strike Weapon)
પ્રેસિઝન સ્ટ્રાઈક વેપન સિસ્ટમ  હથિયાર સિસ્ટમ છે. જે દુશ્મનોના અડ્ડા, સંપત્તિઓ કે ઈમારતોને ટાર્ગેટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ હથિયાર સિસ્ટમ મોટાભાગે લાંબા અંતરના લક્ષ્યોને ટાર્ગેટ કરવા માટે એડવાન્સ ગાઈડેન્સ ટેક્નોલોજી, સર્વિસાન્સ અને લક્ષ્યીકરણને જોડે છે. તે Minimal collateral damage ઉપર પણ કામ કરે છે. તેનો અર્થ એ છે કે કોઈ પણ એક્ટિવિટી દરમિયાન અજાણતા પણ જાનમાલનું નુકસાન ઓછું થાય તેવું ધ્યાન રખાય છે. 

આ ટેક્નોલોજીથી લેસ છે હથિયાર સિસ્ટમ
 પ્રેસિઝન સ્ટ્રાઈક વેપન સિસ્ટમ જીપીએસ, લેઝર, રડાર કે ઈન્ફ્રારેડ ગાઈડન્સથી લેસ હોય છે. તેનાથી સટીક  હુમલો કરવાની ક્ષમતા મળે છે. આ જ કારણ છે કે આ હથિયાર સિસ્ટમ દૂરના લક્ષ્યોને હિટ કરવાનો દમ ધરાવે છે. 

સટીક હુમલા અને ટાર્ગેટ આઈડેન્ટિફિકેશન કરવાની ક્ષમતા
પ્રેસિઝન સ્ટ્રાઈક વેપન સિસ્ટમને ફાઈટર જેટ્સ દ્વારા એક વિશેષ અંતરથી લોન્ચ કરવામાં આવે છે. આવું એટલા માટે કરાય છે જેથી કરીને લોન્ચર કે ઓપરેટરને કોઈ નુકસાન ન પહોંચે. આ હથિયાર સિસ્ટમ ગુપ્તચર અને ડ્રોન (ISR) સિસ્ટમો સાથે કામ કરે છે. તેમાં નવા પ્રકારની ટેક્નોલોજીનો પણ ઉપયોગ થયો છે. આ હથિયાર સિસ્ટમ ડ્રોન, સેટેલાઈટ કે રડારથી મળતી જાણકારી ઉપર પણ રિએક્ટ કરતા સટીક હુમલા અને ટાર્ગેટ આઈડેન્ટિફિકેશન કરે છે. જેના કારણે દુશ્મન તેના હુમલાથી બચવામાં સફળ થઈ શકતો નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More