Home> India
Advertisement
Prev
Next

India-Pakistan Latest News: પ્રચંડ હશે ભારતનો પ્રહાર! જો યુદ્ધ થયું તો કયા દેશ પાકિસ્તાનને કરશે સપોર્ટ?

Pahalgam Attack India Pakistan: પહેલગામમાં 22 એપ્રિલે થયેલા બર્બર આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના હવે આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સ્વતંત્ર છે. જો તણાવ વધ્યો અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો દુનિયાના કયા દેશ પાકિસ્તાને સપોર્ટ કરી શકે છે? 

India-Pakistan Latest News: પ્રચંડ હશે ભારતનો પ્રહાર! જો યુદ્ધ થયું તો કયા દેશ પાકિસ્તાનને કરશે સપોર્ટ?

Pahalgam Attack: ભારત સરકાર તરફથી સેનાને ખુલ્લી છૂટ મળ્યા બાદ હવે પાકિસ્તાનમાં ભારે હડકંપ મચી ગયો છે. ત્યાંના મંત્રી 24થી 36 કલાકની અંદર ભારત સૈન્ય કાર્યવાહી કરે તેવો દાવો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સહિત  દુનિયાભરના નેતાઓએ પહેલગામ હુમલાની ખુલીને ટીકા કરી છે. દુનિયાના અનેક નેતાઓએ ફોન કર્યો, તેમના રાજદૂતો દ્વારા હુમલાની માહિતી મેળવી ચૂક્યા છે. હવે તણાવ વધ્યા બાદ લોકોના મનમાં એક જ સવાલ છે કે આગળ સૈન્ય કાર્યવાહી થાય તો જંગની સ્થિતિમાં ભારતના પડખે કયા કયા દેશો હોઈ શકે અને પાકિસ્તાનને કયા દેશોનું  સમર્થન મળી શકે. 

fallbacks

આતંકવાદનો મામલો
પહેલા એ જાણવું જરૂરી છે કે આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોનું  લોહી વહી ચૂક્યું છે, આવામાં કોઈ પણ દેશ ખુલીને પાકિસ્તાનનો સાથ નહીં આપે. પરંતુ નિષ્પક્ષ તપાસ, સમાધાન જેવી વાતો માટે મુસ્લિમ દેશો પાકિસ્તાનના સપોર્ટમાં આવી શકે છે. બીજી બાજુ પીએમ મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઈટાલીની પીએમ જ્યોર્જિયા મેલોનીએ ફોન પર વાત કરી છે. દિલ્હીમાં અનેક દેશોના રાજદૂતોને બ્રિફિંગ કરતા ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દેવાઈ છે. યુએઈ અને સાઉદી જેવા દેશ ભારત સાથે એકજૂથતા જાહેર કરી  ચૂક્યા છે. 

આ ત્રણ દેશ શું કરી રહ્યા છે
આવામાં કેટલાક દેશો એવા પણ છે જે બંને દેશો સાથે સંપર્કમાં હોવાનું કહેવાય છે. જેમાં સાઉદી અરબ, ઈરાન અને યુકેના નામ મુખ્ય છે. બે પરમાણુ સંપન્ન દેશો વચ્ચે તણાવ વધ્યા બાદ આ દેશો સમાધાન કરાવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે નિવેદનો અને સ્થિતિથી એ સ્પષ્ટ છે કે આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયની હમદર્દી ભારત સાથે છે. પરંતુ આમ છતાં કેટલાક દેશો એવા છે જે પડદા પાછળથી પાકિસ્તાનને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. 

પાકિસ્તાનના સમર્થનમાં કયા દેશો
ખુલીને તો એક પણ દેશ પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યો નથી પરંતુ હાલના સમયમાં બે દેશ એવા છે કે જેણે પાકિસ્તાન સાથે નીકટતા વધારી છે. આ દેશ છે ચીન અને તુર્કી. આ બંને દેશો તરફથી કેટલીક સૈન્ય આપૂર્તિ કરાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા ચે. પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં તુર્કીના સૈન્ય વિમાનથી યુદ્ધ સામગ્રીઓ પહોંચાડવાની વાતો થઈ રહી છે. જો કે તુર્કી આ વાતનું ખંડન કરે છે. જ્યારે ચીને કેટલીક ઘાતક મિસાઈલો પહોંચાડી છે. આ ઉપાંત માલદીવ અને શેખ હસીનાના તખ્તાપલટ બાદ બાંગ્લાદેશની નવી સરકાર વિશે પણ કશું સ્પષ્ટપણે કહી શકાય નહીં. બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ પહેલેથી ભારત વિરોધી નિવેદન આપતા રહ્યા છે. જો કે 1971ની જંગથી બિલકુલ ઉલ્ટુ આ વખતે પાકિસ્તાનને અમેરિકાનો સપોર્ટ બિલકુલ મળશે નહીં. જે અગાઉ પાકિસ્તાન માટે મોટી તાકાત ગણાતો હતો. 

ચીન શું પાકિસ્તાનને સપોર્ટ કરશે?
ચીન અને પાકિસ્તાન ભલે મિત્રતાની વાતો કરે પરંતુ કોઈ પણ પ્રકારના સંઘર્ષની સ્થિતિમાં એ વાતની શક્યતા ઓછી છે કે ચીન ભારત વિરુદ્ધ પાકિસ્તાનને ખુલીને સપોર્ટ કરે. ચીનને ખબર છે કે અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોરને પહોંચી વળવા માટે તેણે ભારત સાથે વધુ એક મોરચો ખોલવાનો નથી. હા વધુમાં વધુ તો ચીન પાકિસ્તાનને હથિયારો, ટેક્નિકલ સપોર્ટ અને કૂટનીતિક સ્તરે મદદ પહોંચાડી શકે છે. આમ પણ એક રિપોર્ટ મુજબ ચીનનું 82 ટકા ડિફેન્સ એક્સપોર્ટ પાકિસ્તાનમાં જ જાય છે. 

તુર્કી કેમ કૂદી રહ્યું છે
તુર્કી દુનિયાભરમાં મુસ્લિમ જગતનો ચૌધરી બનવાના સપના જુએ છે. આ મામલે તે સાઉદીને પાછળ કરવા માંગે છે. પાકિસ્તાન તેનું પણ મોટું હથિયાર આયાતકર્તા છે. તો તે પણ પાકિસ્તાનને હથિયાર પૂરા પાડી શકે છે. ચીનના હથિયારોથી અલગ તુર્કીના હથિયારો આધુનિક અને જંગમાં ટેસ્ટેડ છે. આ ઉપરાંત પાકિસ્તાનને બીજુ તો કોઈ મોટી મદદ કરે એવું લાગતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More