પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક પછી એક એવી કાર્યવાહી કરી રહ્યું છે કે પાકિસ્તાનને ધોળે દિવસે તારા જોવા મળી રહ્યા છે. હવે ભારતે પાકિસ્તાનથી સંપૂર્ણ રીતે આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનને આર્થિક મોરચે જબરદસ્ત મોટો ફટકો પડશે. આર્થિક વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનને મોટું નુકસાન થશે. આયાત પર પ્રતિબંધથી. પાકિસ્તાનના વેપારીઓને ભારે નાણાકીય નુકસાન થશે. આ નિર્ણયથી પહેલેથી કરજ, મોંઘવારી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થશે. પાકિસ્તાનમાં બેરોજગારી વધશે અને જનતા પાઈ પાઈ માટે મોહતાજ થશે.
સરકાર તરફથી અપાઈ જાણકારી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે જાણકારી આપી કે ભારતે પાકિસ્તાનથી તમામ વસ્તુઓના પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર તત્કાળ પ્રભાવથી પ્રતિબંધ મૂક્યો છે. નોટિફિકેશનમાં જણાવ્યું છે કે એક નવી જોગવાઈ વિદેશ વેપાર નીતિ (એફટીપી) 2023માં જોડવાાં આવી છે જેને તરત લાગૂ કરાશે. વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આયાત માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર પડશે.
શું છે નોટિફિકેશનમાં
નોટિફિકેશનમાં કહેવાયુ છે કે પાકિસ્તાનથી આવતા કે ત્યાંથી આયાત કરવામાં આવતા તમામ સામાનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ભલે સ્વતંત્ર રીતે આયાત યોગ્ય હોય કે મંજૂરી પ્રાપ્ત હોય તત્કાળ પ્રભાવથી આગામી આદેશ સુધી પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધના કોઈ પણ અપવાદ માટે ભારત સરકારની પૂર્વ મંજૂરીની જરૂર રહેશે.
ભારત અને પાકિસ્તાનમાં શું શું આયાત-નિર્યાત થાય
ભારતથી પાકિસ્તાન જનારી વસ્તુઓની સૂચિમાં કપાસ, કેમિકલ, ફૂડ પ્રોડક્ટ્સ, દવાઓ, અને મસાલા મુખ્યત્વે સામેલ છે. આ ઉપરાંત ચા, કોફી, રંગ, ડુંગળી, ટામેટા, લોઢું, સ્ટીલ, ખાંડ, મીઠુ અને ઓટો પાર્ટ્સ જેવી વસ્તુઓ પણ ભારતથી પાકિસ્તાનને ત્રીજા દેશના માધ્યમથી જાય છે. જો પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર નજર ફેરવીએ તો 2019 સુધી સીમેન્ટ, જિપ્સમ, ફળ, તાંબુ, અને સિંધવ મીઠુ જેવા ઉત્પાદનો આવતા હતા. પરંતુ ત્યારબાદ ફક્ત સિંધવ મીંઠુ અને મુલ્તાની માટી સહિત ગણ્યા ગાંઠ્યા સામાન આવે છે. હવે તેના ઉપર પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે