Home> India
Advertisement
Prev
Next

Pahalgam Attack: અરબ સાગરમાં ગરજી રહ્યા છે ઈન્ડિયન નેવીના જંગી જહાજ, ભારતને USનું ખુલ્લું સમર્થન, જાણો લેટેસ્ટ અપડેટ્સ

India Pakistan Tensionદેશભરમાં પહેલગામ આતંકી હુમલા વિરુદ્ધ એકજૂથતાનો માહોલ છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવાની હવે તૈયારીઓ તેજ થઈ ચૂકી છે. આ બધા વચ્ચે એકબાજુ ભારતીય નેવી અરબસાગરમાં જંગી અભ્યાસ કરી રહી છે. 

Pahalgam Attack: અરબ સાગરમાં ગરજી રહ્યા છે ઈન્ડિયન નેવીના જંગી જહાજ, ભારતને USનું ખુલ્લું સમર્થન, જાણો લેટેસ્ટ અપડેટ્સ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કારણે સમગ્ર દેશમાં રોષ વ્યાપી ગયો છે. આ નિર્મમ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના મોત થયા અને ત્યારબાદથી પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની લોકો માંગણી કરી રહ્યા છે. હવે કેન્દ્ર સરકાર અને સેનાએ મોરચો સંભાળ્યો છે. દેશભરમાં આતંક વિરુદ્ધ એકજૂથતાનો માહોલ છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ બધા વચ્ચે એક બાજુ ભારતીય નેવી અરબ સાગરમાં જંગી અભ્યાસ કરી રહી છે તો બીજી બાજુ અમેરિકાએ ભારતને ખુલીને સમર્થન આપીને એ સંદેશ આપ્યો છે કે આતંક વિરુદ્ધ તે ભારતની પડખે છે. આ સમગ્ર મામલે મહત્વના અપડેટ્સ જાણો...

fallbacks

INS વિક્રાંતની અરબ સાગરમાં એન્ટ્રી
ભારતીય નેવીએ INS વિક્રાંતને અરબ સાગરમાં તૈનાત કરી દીધુ છે. તેની સાથે અનેક ડિસ્ટ્રોયર જહાજ પણ છે જે પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખી રહ્યા છે. 

INS સુરતની પ્રથમ તૈનાતી
નેવીએ પહેલીવાર INS સુરતને ગુજરાતના હજીરા પોર્ટ પર તૈનાત કર્યું છે. ત્યાંથી એન્ટી શિપ અને એન્ટી એરક્રાફ્ટ યુદ્ધાભ્યાસ ચાલુ છે. તેનો અર્થ એ છે કે ભારતે સમુદ્રમાં પાકિસ્તાનને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 

અમેરિકાનું ભારતને સમર્થન
ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરિકી રક્ષામંત્રી પીટ હેસસેથ વચ્ચે વાતચીત થઈ છે. અમેરિકાએ ભારતના આત્મરક્ષાના અધિકારનું ખુલ્લેઆમ સમર્થન કરતા કહ્યું કે અમે મજબૂતાઈથી ભારતને પડખે છીએ. 

પાકિસ્તાનની સરહદ પર હલચલ
આ બધા વચ્ચે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર પોતાની ચોકીઓ પર ફરીથી ઝંડા લગાવી દીધા છે અને અનેક વિસ્તારોમાં સેના તૈનાત કરી છે. જેમાં ચીનથી મળેલી તોપો પણ સામેલ છે. તેનો અર્થ એ થયો કે પાકિસ્તાન બેચેન છે. 

હાફિઝ સઈદ રડાર પર
ભારતનો ટોપ ટાર્ગેટ હાલ હાફિઝ સઈદ પણ છે. લાહોરના એક સુરક્ષિત ઠેકાણે છૂપાયેલા આ આતંકીની સુરક્ષા પાકિસ્તાને વધારી છે પરંતુ ભારતીય એજન્સીઓ તેની દરેક હરકત પર નજર રાખી રહ્યા છે. તેના ઘરનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. 

સુપ્રીમ કોર્ટે ન્યાયિક તપાસની માંગણી ફગાવી
પહેલગામ હુમલાની ન્યાયિક તપાસની માંગણી પર સુપ્રીમ કોર્ટે કડકાઈ દેખાડી અને અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે હાલ દેશને એકજૂથ રાખવાનો સમય છે. 

ભારતે પાકિસ્તાનથી લગભગ દરેક સંબંધ તોડ્યા
સીધો હુમલો ન કરીને ભારતે રણનીતિક દબાણ વધારતા સિંધુ જળ સંધિ સ્થગિત કરી, એરસ્પેસ બંધ કર્યો, અટારી બોર્ડર સિલ કરી અને વેપાર બંધ જેવા પગલાં લીધા છે. 

પાકિસ્તાનમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ
ગભરાયેલા પાકિસ્તાને એક નોટિફિકેશન બહાર પાડીને બોલીવુડના ગીતો પર પ્રતિબંધ લગાવ્યો છે. જવાબમાં ભારતે અનેક પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કર્યા છે. 

જેસલમેરથી પાકિસ્તાની જાસૂસ પકડાયો
રાજસ્થાન ઈન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. જેસલમેરથી પઠાણ ખાન નામનો એક જાસૂસ પકડાયો જે સેનાની જાણકારીઓ પાકિસ્તાનને મોકલતો હતો. જો કે તેનો પહેલગામ  હુમલા સાથે કેટલો સંબંધ છે  તે વિશે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી. 

પાકિસ્તાન પ્રધાનમંત્રીને અમેરિકાને અપીલ
શહબાજ શરીફે અમેરિકાને ગુહાર લગાવી છે કે તે ભારત પર સંયમ વર્તવાનું દબાણ ચાલુ રાખે. આ સાથે જ અમેરિકા પાસે મદદ પણ માંગવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનના પીએમ ક્યાં ક્યાં રહેમની ભીખ માંગતા જોવા મળે છે. 

યુએસના ઉપરાષ્ટ્રપતિની સલાહ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે ભારતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો એવો જવાબ આપવો જોઈએ જેથી કરીને ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ પેદા ન થાય. તેમણે એવી પણ આશા જતાવી કે પાકિસ્તાન  ભારતને સહયોગ કરશે જેથી કરીને પાકિસ્તાનની ધરતી પર કામ કરતા આતંકીઓને પકડીને તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. ફોક્સ ન્યૂઝ સાથે ઈન્ટરવ્યુમાં જેડી વેન્સે આ પ્રતિક્રિયા આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More