Home> India
Advertisement
Prev
Next

Pahalgam Attack Video: પહેલગામ આતંકી હુમલાનો નવો Video આવ્યો સામે, જંગલમાંથી આવ્યા અને મચાવી દીધી કત્લેઆમ

Pahalgam Terrorist Attack Video: પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોએ પોતાના જીવ ગુમાવ્યા. આતંકીઓ જંગલમાંથી આવ્યા અને હુમલો કરીને જંગલમાંથી ભાગી છૂટ્યા. આ હુમલાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. 

Pahalgam Attack Video: પહેલગામ આતંકી હુમલાનો નવો Video આવ્યો સામે, જંગલમાંથી આવ્યા અને મચાવી દીધી કત્લેઆમ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આતંકી ગોળી મારતા જોવા મળી રહ્યો છે. ગોળી વાગતા જ સફેદ શર્ટવાળો વ્યક્તિ જમીન પર પડે છે અને ચીસાચીસ થવા લાગે છે. આ વીડિયો 22 એપ્રિલનો છે. 

fallbacks

આતંકી હુમલાના આ વીડિયોમાં આતંકીએ પહેલા એક પર્યટકને ગોળી મારી અને ત્યારબાદ મેદાનમાં ગોળીઓનો અવાજ ગૂંજે છે. આતંકી ફાયરિંગ કરવા લાગે છે. આ આતંકીઓ જંગલ તરફથી આવે છે અને કત્લેઆમ મચાવવા લાગે છે. 

ફાયરિંગ થતા જ મેદાનમાં ભાગદોડ મચી જાય છે અને લોકો બચવા માટે છૂપાવા લાગે છે. આતંકીઓ વીણી વીણીને પર્યટકોને ટાર્ગેટ કરીને મોતને ઘાટ ઉતારે છે. ઘટનાસ્થળે હજુ પણ ટિફિન અને ખાવાનો સામાન વિખેરાયેલો જોવા મળે છે. 

26 પર્યટકોના મોત
22 એપ્રિલના રોજ પહેલગામના બેસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. 17 લોકો ઘાયલ થયા. આતંકીઓ વિરુદ્ધ હાલ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે અને જંગલોમાં શોધ ચાલી રહી છે. આ બધા વચ્ચે આતંકીઓના ઠેકાણા ઉડાવવાની કાર્યવાહી પણ ચાલુ છે. 

આતંકીઓના ઠેકાણા ટાર્ગેટ પર
ભારતીય સેના એક પછી એક આતંકીઓના ઠેકાણા શોધીને તબાહ કરી રહી છે.  પહેલગામ હુમલાનો બદલો લેવા માટે કડક કાર્યવાહી થઈ રહી છે. શનિવારે સવારે વધુ બે આતંકીઓના ઠેકાણા ઉડાવી દેવાયા. ભારતીય સેનાએ લશ્કરના આતંકી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને આઈઈડીનો ઉપયોગ કરીને ઉડાવી દીધુ છે. આ મુર્રાન પુલવામાનો રહીશ છે. કુલગામમાં પણ આતંકીનું ઘર ધ્વસ્ત કરાયું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More