Home> India
Advertisement
Prev
Next

Mock Drill: મોક ડ્રિલ દરમિયાન ભૂલેચૂકે આ 5 કામ તો ભૂલથી પણ ન કરતા, અત્યારથી જ નોંધી લો કામની વાત!

Mock Drill: ભારતમાં આજે મોટા પાયે મોક ડ્રિલનું આયોજન થઈ રહ્યું છે. આવામાં કેટલીક એવી જરૂરી વાતો છે જે દરેક વ્યક્તિએ જાણવી ખુબ જરૂરી છે. 

Mock Drill: મોક ડ્રિલ દરમિયાન ભૂલેચૂકે આ 5 કામ તો ભૂલથી પણ ન કરતા, અત્યારથી જ નોંધી લો કામની વાત!

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂરને અંજામ આપીને પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધો જો કે આ બધા વચ્ચે સમગ્ર ભારતમાં બુધવારે 7 મેના રોજ મોટા પાયે મોક ડ્રિલનું આયોજન થયું છે. આ ડ્રિલ દેશભરના 244થી વધુ જિલ્લામાં થઈ રહી છે. સાંજે 4 વાગ્યાથી મોક ડ્રિલ શરૂ થઈ જશે અને આગામી 5 કલાક સુધી ચાલશે. આ દરમિયાન કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવું જરૂરી છે. સૌથી મહત્વની વાત એ ધ્યાનમાં રાખજો કે આ ફક્ત એક રિહર્સલ છે. લોકોએ આ દરમિયાન ગભરાવવાની જરૂર નથી. 

fallbacks

મોક ડ્રિલ દરમિયાન કઈ કઈ ભૂલથી બચવું?

ગભરાવવું નહીં
મોક ડ્રિલ દરમિયાન સાયરનનો અવાજ લોકોને ડરાવી શકે છે. પરંતુ આવામાં શાંત રહેવું. ઘરમાં જ રહેવું. ડિફેન્સના વાર્ડન્સની મદદ કરો અને જણાવેલા દિશા નિર્દેશોનું પાલન કરો. ગભરાહટ અને ઉતાવળમાં કોઈ પણ ખોટો નિર્ણય લેતા બચો. 

ફ્લેશ કે માચિસ ન સળગાવો
ઘરમાં દેર ખૂણે લાઈટ બંધ રાખો. ધુમ્રપાન ન કરવું. માચિસ, મોબાઈલ, ટોર્ચ કે ફ્લેશ લાઈટના ઉપયોગથી બચવું. જો કોઈ  બારીમાંથી થોડો પણ પ્રકાશ બહાર જોવા મળતો હોય તો તે જગ્યાએ કાળા  કાગળ લગાવીને ઢાંકી દો. આ ઉપરાંત ગેસના વાલ્વ બંધ રાખવા. 

મુસાફરી ન કરવી
મોક ડ્રિલ દરમિયાન રસ્તાઓ પર ભીડ ભેગી થઈ શકે છે. આવામાં જો શક્ય બને તો મુસાફરી ન કરો. જો મુસાફરી કરવી જરૂરી હોય તો સુરક્ષિત રસ્તાઓ પસંદ કરો અને સતર્ક રહો. 

ગાડીઓની લાઈટ ચાલુ ન કરો
રસ્તા પર ચાલતા વાહનોની લાઈટ બંધ રાખો. બની શકે તો જ્યાં પણ હોવ ત્યાં વાહન  બંધ કરીને થોડી વાર માટે થોભી જાઓ. 

અફવાઓ પર ધ્યાન ન આપો
સોશિયલ મીડિયા પર મોક ડ્રિલ અંગે અનેક પ્રકારની અફવાઓ જોવા મળી શકે છે. પરંતુ તેના પર ધ્યાન આપવાની જગ્યાએ ફક્ત સરકાર અને જિલ્લા પ્રશાસનની સૂચનાઓ પર જ ભરોસો કરો. આ ઉપરાંત રેડિયો અને વિશ્વસનીય ટીવી ચેનલો પર ભરોસો રાખો. 

ગુજરાતમાં 4 વાગે વાગશે સાઈરન
ગુજરાતમાં સાંજે 4 વાગે મોક ડ્રીલની સાયરન વાગશે. અલગ અલગ ત્રણ પ્રકારના સાયરન વાગશે. જ્યાં સાયરન નથી ત્યાં તાત્કાલિક સાયરન લગાવવા સૂચના આપવામાં આવી છે. સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સ બનાવવાની કવાયત હાથ ધરાશે. સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 'કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે યોજાનાર મોકડ્રીલની તૈયારીઓ કરી લીધી છે'

બ્લેક આઉટનો સમય
સાંજે સાડા સાતથી બ્લેકઆઉટ થવાનું શરૂ થશે તો રાતે 9 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયે બ્લેક આઉટ રહેશે. 

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More