Home> India
Advertisement
Prev
Next

ચોંકાવનારો ખુલાસો: LoC પાસે આતંકીઓ સાથે મળીને આ ખતરનાક કામ કરી રહી છે PAK સેના

ગુપ્તચર એજન્સીઓને એવી જાણકારી મળી છે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) મોટા એક્શનની તૈયારીમાં છે. ગુપ્ત માહિતી મુજબ સમગ્ર એલઓસી વિસ્તારમાં મોટે પાયે આઈઈડી અને બારૂદી સુરંગો લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે.

ચોંકાવનારો ખુલાસો: LoC પાસે આતંકીઓ સાથે મળીને આ ખતરનાક કામ કરી રહી છે PAK સેના

શ્રીનગર: ગુપ્તચર એજન્સીઓને એવી જાણકારી મળી છે કે પાકિસ્તાન (Pakistan) ની બોર્ડર એક્શન ટીમ (BAT) મોટા એક્શનની તૈયારીમાં છે. ગુપ્ત માહિતી મુજબ સમગ્ર એલઓસી (LoC) વિસ્તારમાં મોટે પાયે આઈઈડી અને બારૂદી સુરંગો લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના મોટા ઓફિસરો અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ મોટા આતંકીવાદી આકાઓની સાથે મળીને આ યોજના તૈયાર કરી છે. જાન્યુઆરીમાં કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે છે. 

fallbacks

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, ઈમરાનના મંત્રી સહિત 318 સાંસદ-MLA ધડાધડ સસ્પેન્ડ

આ અગાઉ સુરક્ષા એજન્સીઓને એવી જાણકારી મળી હતી કે હુમલા માટે લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદે હાથ મીલાવી લીધા છે અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)  આ બંને આતંકી જૂથોને મદદ કરી રહી છે. 

ગુપ્ત માહિતીમાં કહેવાયું હતું કે ત્રણેય મળીને ભારત વિરુદ્ધ મોટો પ્લાન ઘડી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આમિર હમઝા જમાત ઉદ દાવાના જનરલ સેક્રેટરી જૈશ અને લશ્કરના કમાન્ડરો સાથે બહાવલપુરમાં બેઠક કરી હતી. 

ભારતના 6 દુશ્મનોનું હિટ લિસ્ટ થઈ ગયું છે તૈયાર, ગણાઈ રહી છે તેમના મોતની ઘડી

શું છે BAT?

બેટ (BAT) એટલે કે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ એક એવી ટીમ જે ક્રુરતામાં તમામ હદો પાર કરે છે. બેટ કમાન્ડો પર અનેકવાર ભારતીય સૈનિકોના મૃતદેહોને ક્ષત વિક્ષત કરવાનો આરોપ લાગ્યો છે. શહીદ હેમરાજનું માથું કાપવાનો આરોપ પણ બેટ કમાન્ડો પર લાગ્યો હતો અને આ ટીમમાં સેનાના કમાન્ડોની સાથે આતંકીઓ પણ સામેલ હોય છે. 

જુઓ LIVE TV

બેટ ભારત-પાકિસ્તાન સરહદમાં એકથી ત્રણ કિલોમીટર સુધી હુમલાને અંજામ આપે છે. બેટ જ્યારે પણ સીમા પર ભારતીય સૈનિકોનો શિકાર કરવા નીકળે છે ત્યારે પાક રેન્જર્સ તેમને કવર ફાયર આપે છે. પાકિસ્તાન આર્મી કેમ્પમાં બેટ કમાન્ડોની ટ્રેનિંગ થાય છે. તેમને બરફ, પાણી, હવા, જંગલ અને મેદાનમાં કામગીરી પાર પાડવાની ટ્રેનિંગ અપાય છે. આ લોકો પોતાની સાથે હાઈ એનર્જી ફૂડ લઈને ફરતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More