Home> India
Advertisement
Prev
Next

PAK સેનાનું મોટું ષડયંત્ર, LoC પર લોકોને કૂચ કરવા માટે ઉશ્કેર્યા, ભારતીય સેના હાઈ અલર્ટ પર

પાકિસ્તાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં યુવાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું પ્લાનિંગ કર્યું છે. જેના કારણે પાકિસ્તાની સેનાએ આજે પીઓકેના સ્થાનિક લોકોને નિયંત્રણ રેખા (LoC) સુધી માર્ચ કાઢવાનું કહ્યુ છે. મોટા ષડયંત્રની આશંકાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. 

PAK સેનાનું મોટું ષડયંત્ર, LoC પર લોકોને કૂચ કરવા માટે ઉશ્કેર્યા, ભારતીય સેના હાઈ અલર્ટ પર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)નો વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે અને નાપાક ષડયંત્રો રચીને ભારતને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં યુવાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનું પ્લાનિંગ કર્યું છે. જેના કારણે પાકિસ્તાની સેનાએ આજે પીઓકેના સ્થાનિક લોકોને નિયંત્રણ રેખા (LoC) સુધી માર્ચ કાઢવાનું કહ્યુ છે. મોટા ષડયંત્રની આશંકાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. 

fallbacks

વિધાનસભા ચૂંટણી પહેલા જ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, નિરૂપમે આપી પાર્ટી છોડવાની ધમકી!

પાકિસ્તાની સેનાના સમર્થનવાળા સ્થાનિક લોકોની માર્ચ અગાઉ ભારતીય સેનાએ કહ્યું કે ઈસ્લામાબાદે નિયંત્રણ રેખાની ગરિમાને દરેક સંજોગોમાં સુનિશ્ચિત કરવી જોઈએ. સૂત્રોએ કહ્યું કે ભારતીય સેના પાકિસ્તાની નેતાઓ દ્વારા નિ:શસ્ત્ર લોકોને ભડકાવવા જેવી ગતિવિધિઓથી માહિતગાર છે. 

3-4 હજાર યુવાઓને અપાઈ ટ્રેનિંગ, સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર
પાકિસ્તાન ભારત વિરુદ્ધ વધુ એક નાપાક ષડયંત્ર રચી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પૂરી થયા  બાદ પાકિસ્તાન એલઓસીની આજુ બાજુ માનવ ઢાલને મોટાપાયે હથિયાર બનાવીને અરાજકતા ફેલાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. 

એલઓસી ઓળંગવા માટે ટ્રેનિંગ આપી
પાકિસ્તાની આર્મીએ જમાત ઉલ હદિસ સાથે મળીને રાવલપિંડીમાં 3-4 હજાર યુવાઓને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં એલઓસી ઓળંગવા માટે ટ્રેનિંગ આપી છે. જેમાંથી કેટલાક યુવાઓ જેકેએલએફ(આઝાદી)ના યુવાઓ પણ સામેલ છે જે પાકિસ્તાન અધિકૃત  કાશ્મીરમાં સક્રિય છે. 

જુઓ LIVE TV

આ ટ્રેનિંગનો હેતુ આ યુવાઓને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં એલઓસી અને બોર્ડરને પાર કરવા માટે તૈયાર કરવાનો છે. અત્રે જણાવવાનું કે જમાત ઉલ હદીસ હાફિસ સઈદનું જ એક નવું સંગઠન છે. આ યુવાઓને એલઓસી અને સરહદો તરફ મોકલવા પાછળનો પાકિસ્તાનનો હેતુ એ છે કે જો ભારતીય સુરક્ષા દળો આ યુવાઓને નિશાન બનાવે તો માનવાધિકારોનો મુદ્દો ઉઠાવી શકાય. 

આ યુવાઓની સાથે પાકિસ્તાનની BAT ટીમોને મોકલવાનું પણ પાકિસ્તાનનું ષડયંત્ર છે. જો આ યુવાઓ એલઓસી પાર કરવામાં સફળ થઈ જાય તો આ BAT ટીમો પોતાની કાર્યવાહીને અંજામ આપી શકે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More