Home> India
Advertisement
Prev
Next

હે ભગવાન! પાકિસ્તાન બોર્ડર પર 'બંટી-બબલી'એ આ શું કરી નાખ્યું, ભારતીય વાયુસેના પણ હેરાન

Pakistan Border Air Force Land Sale: કોઈ સગા નહીં, જિસકો હમને ઠગા નહીં, બંટી ઔર બબલી... તમે આ ગીત ઘણા વર્ષો પહેલા સાંભળ્યું હશે. હવે એક માતા અને પુત્રનું કારનામું તમને હચમચાવી નાખશે. પાકિસ્તાન સરહદ નજીક આ બન્ને દ્વારા કરવામાં આવેલા કામથી ભારતીય વાયુસેના પણ ચોંકી ગઈ.

હે ભગવાન! પાકિસ્તાન બોર્ડર પર 'બંટી-બબલી'એ આ શું કરી નાખ્યું, ભારતીય વાયુસેના પણ હેરાન

Punjab IAF Airstrip Land Case: લગભગ 20 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ 'બંટી ઔર બબલી'માં તાજમહેલ વેચવાનો એક અદ્ભુત દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું. હવે ભારતીય વાયુસેનાની એરસ્ટ્રીપ વેચવાનો વાસ્તવિક મામલો પ્રકાશમાં આવ્યો છે. જી હા... તે ફિલ્મમાં બંટી અને બબલી છેતરપિંડી કરતા હતા, પણ આ કિસ્સામાં માતા અને દીકરાએ રમત રમી છે. આ બધું પાકિસ્તાન સરહદની ખૂબ જ નજીક પંજાબના ફિરોઝપુરમાં બન્યું, પરંતુ આ રહસ્ય લગભગ 28 વર્ષ પછી બહાર આવ્યું.

fallbacks

જી હા... ફિરોઝપુરમાં 28 વર્ષ જૂનું એક જમીનનું કૌભાંડ સામે આવ્યું છે. એક માતા અને પુત્રએ મહેસૂલ અધિકારીઓ સાથે મળીને ત્રણ યુદ્ધોમાં વપરાયેલી ઐતિહાસિક વાયુસેનાની હવાઈ પટ્ટી ગેરકાયદેસર રીતે વેચી દીધી. ઉષા અંસલ અને તેમના પુત્ર નવીન ચંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ પંજાબ વિજિલન્સ બ્યુરોને તપાસનો આદેશ આપ્યો છે.

બદામ અને કિશમિસનો પણ બાપ છે આ ડ્રાયફ્રુટ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે સૌથી બેસ્ટ!

ત્રણ યુદ્ધ આ રનવેનો કરાયો હતો ઉપયોગ
જે રનવે વેચાયો હતો તે બીજા વિશ્વયુદ્ધના સમયનો છે. તેનો ઉપયોગ 1962, 1965 અને 1971ના યુદ્ધોમાં થયો હતો. અહીંથી યુદ્ધ વિમાનો ઉડતા હતા પરંતુ 1997માં તેને છેતરપિંડીથી વેચી દેવામાં આવ્યો હતો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ડુમની વાલા ગામના આરોપી ઉષા અંસલ અને તેના પુત્ર નવીન ચંદના નામ FIRમાં સામેલ કરવામાં આવ્યા હતા. કોર્ટે પંજાબ વિજિલન્સ બ્યુરોના મુખ્ય નિર્દેશકને આ ગંભીર બાબતની તપાસ કરવા કહ્યું. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં છેતરપિંડી (419), છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી માટે પ્રેરિત કરવું (420), બનાવટી (465, 467), બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવો (471) અને ગુનાહિત કાવતરું (120B)નો સમાવેશ થાય છે.

FD-RD છોડો! આ છે LICનો 'અમૃત' પ્લાન, જિંદગી ભર થશે રૂપિયાનો વરસાદ; ટેન્શનનું થશે 'The End'!

આ રનવે પાકિસ્તાન બોર્ડરની નજીક ફત્તુવાલા ગામમાં છે. હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ આ જમીન રક્ષા મંત્રાલય હેઠળ પાછી આવી ગઈ છે. વિજિલન્સ બ્યુરોની તપાસ મુજબ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગ માટે 12 માર્ચ 1945ના રોજ અંગ્રેજો દ્વારા ખરીદવામાં આવેલી આ જમીન ખરેખર ભારતીય વાયુસેનાની હતી. ઉષા અંસલ અને નવીન ચંદે કેટલાક મહેસૂલ અધિકારીઓ સાથે મળીને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા અને ખોટી રીતે માલિકીનો દાવો કરીને મિલકત વેચી દીધી.

આ મામલો સૌપ્રથમ એક વ્હિસલબ્લોઅરની ફરિયાદ બાદ સામે આવ્યો હતો, જે એક નિવૃત્ત મહેસૂલ અધિકારી છે. ઘણા વર્ષો સુધી આ ફરિયાદ સામે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે હલવારા એરફોર્સ સ્ટેશનના કમાન્ડન્ટે 2021માં ફિરોઝપુરના ડેપ્યુટી કમિશનરને એક પત્ર લખીને કૌભાંડની તપાસની વિનંતી કરી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો, જેના પગલે હાલની FIR દાખલ કરવામાં આવી અને તપાસ આગળ વધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More