Home> India
Advertisement
Prev
Next

પાકિસ્તાને Zee News પર કર્યો સાયબર હુમલો, કવરેજથી ગભરાયા શાહબાઝ-મુનીર

Pakistan Cyber Attack on Zee News: પાકિસ્તાનની શરમજનક હરકત સામે આવી છે. પાકિસ્તાન દ્વારા  Zee News પર સાયબર એટેક કરવામાં આવ્યો છે. પરંતુ તેને અમારી ટીમે નિષ્ફળ બનાવી દીધો છે.
 

પાકિસ્તાને Zee News પર કર્યો સાયબર હુમલો, કવરેજથી ગભરાયા શાહબાઝ-મુનીર

Pakistan Cyber Attack on Zee News; પાકિસ્તાન પોતાની નાપાક હરકતો દિવસેને દિવસે વધારી રહ્યું છે. તેના નાપાક ઈરાદાને દુનિયામાં ઉઘાડા પાડનાર  Zee News પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને  Zee News પર સાઇબર એટેક કર્યો છે. પરંતુ તેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી આ નિષ્ફળ પ્રયાસ ઝી ન્યૂઝના ત્રણ સેન્ટર (મુંબઈ, ભોપાલ અને પટના) માં જોવા મળી રહ્યો છે. 

fallbacks

પ્રથમવાર નથી જ્યારે પાકિસ્તાન તરફથી આ હરકત કરવામાં આવી છે.  Zee News પહેલાથી પાકિસ્તાન સરકાર અને આર્મીની નજરમાં ખૂંચતું રહ્યું છે. કારણ કે ઝી ન્યૂઝે હંમેશા પાકિસ્તાનના સત્યને દુનિયામાં ઉજાગર કર્યું છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યારે ઝી ન્યૂઝએ સત્યની સાથે દુનિયાને પાકિસ્તાનના નાપાક ઈરાદા વિશે જણાવી દીધું હતું, ત્યારે શાહબાઝ શરીફ સરકારે પોતાના દેશમાં ZEE NEWS પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ પાકિસ્તાનની જનતા ઝી ન્યૂઝ જોઈ રહી હતી. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ZEE ન્યૂઝે અનેક વખત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખોટા કામો પર ચર્ચા કરી છે. જેનાથી ત્યાંની જનતાને પોતાની સરકારોની કરતૂતો વિશે ખબર પડી જાય છે. તેવામાં પાકિસ્તાનની સરકારની ખરાબ દ્રષ્ટિ ઝી ન્યૂઝ પર હતી. આ સિવાય પાકિસ્તાનમાં અનેક જગ્યાએ ઉછરી રહેલા આતંકીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેવામાં ન માત્ર પાકિસ્તાનની સરકાર અને આર્મી પણ ઝી ન્યૂઝના કવરેજથી ગભરાયા છે, પરંતુ આતંકીઓમાં પણ ડરનો માહોલ બનેલો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More