Home> India
Advertisement
Prev
Next

Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી

આતંકવાદ પર ડબલ વલણ અપનાવનાર પાકિસ્તાન (Pakistan)ની ફરી એકવાર પોલ ખુલ્લી પડી છે જ્યારે Zee મીડિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રીથી એક સવાલ પૂછ્યો હતો

Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી

ન્યૂયોર્ક: આતંકવાદ પર ડબલ વલણ અપનાવનાર પાકિસ્તાન (Pakistan)ની ફરી એકવાર પોલ ખુલ્લી પડી છે જ્યારે Zee મીડિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રીથી એક સવાલ પૂછ્યો હતો. Zee મીડિયાના આતંકવાદ (Terrorism)ના સપોર્ટ કરવાના સવાલ સાંભળી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી (shah mehmood qureshi) જવાબ આપવાની જગ્યાએ સ્થળથી ભાગવા લાગ્યા હતા.

fallbacks

આ પણ વાંચો:- ચંદ્રયાનના વિક્રમનું થયું ‘હાર્ડ લેન્ડિંગ’, લેન્ડરને શોધવામાં ના મળી સફળતા: NASA

Zee મીડિયાએ કુરેશીથી સાવાલ કર્યો હતો કે, તમે આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed)ને સપોર્ટ કેમ કરો છો. આ સવાલ સાંભળી કુરૈશી કંઇપણ જવાબ આપ્યા વગર નૌ-દો-ગ્યારાહ થઇ ગયા હતા. Zee મીડિયા તેમને વારંવાર પૂછતું રહ્યું કે, પાકિસ્તાન આતંકી હાફિઝ સઈદને સપોર્ટ કેમ કરે છે, આતંકવાદને સપોર્ટ કેમ કરે છે પરંતુ શાહ મહમૂદ કુરેશીની પાસે આ સવાલોના જવાબ આપવાની હિમ્મત ન હતી.

પહેલી વખત નથી જ્યારે Zee ન્યૂઝના સાહસી સવાલોએ પાકિસ્તાનના શાસકોનું મોં બંધ કરી દીધું હોય. આ પહેલા પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન Zee ન્યૂઝના સવાલથી બચીને ભાગ્યા હતા. Zee ન્યૂઝે તેમને વારંવાર સવાલ પૂછ્યો હતો પરંતુ તેમણે સાંભળ્યું નહીં અને છેવટે તેઓ પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગ્યા હતા.

આ પણ વાંચો:- પાકિસ્તાનનું નવું નાટક, સાર્કની બેઠકમાં જયશંકરના ભાષણનો કર્યો બહિષ્કાર

'PAK સેના, ISIએ અલકાયદાના આતંકીઓને આપી ટ્રેનિંગ
તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્વીકાર્યું હતું કે, તેમના દેશની સેના અને ગુપ્ત એજન્સી આઇએસઆઇએ અફગાનિસ્તાનમાં લડવા માટે અલકાયદા અને અન્ય આંતકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી અને એટલા માટે હંમેશાથી તેમના સંબંધ બનતા રહ્યા છે કેમકે, તેઓએ તેમને તાલીમ આપી છે.

વિદેશ સંબંધ પરિષદમાં સોમવારે (23 સપ્ટેમ્બર) એક સમારોહમાં ઇમરાનથી પૂછવામાં આવ્યું કે, શું પાકિસ્તાન તરફથી કોઇ તપાસ કરવામાં આવી હતી કે, કેવી રીતે ઓસામા બિન લાદેન એબોટાબાદમાં રહેતો હતો. તેના પર તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેના, આઇએસઆઇએ અલકાયદા અને તમામ સગંઠનોને અફગાનિસ્તાનમાં લડવા માટે ટ્રેનિંગ આપી, તેમના સંબંધ હંમેશાથી હતા, તે બનવાનું હતું, કારણ કે તેઓએ તેમને તાલીમ આપી છે.

આ પણ વાંચો:- 13,500 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ, જાણો કેવી રીતે

તેમણે કહ્યું, જ્યારે અમે આ સંગઠનથી મો ફેરવ્યું તો દરેક જણ અમારી સાથે સહમત ન હતા. સૈન્યમાં પણ લોકો અમારી સાથે સહમત ન હતા, તેથી પાકિસ્તાનની અંદર હુમલા થયાં." તેમણે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન સેનાને ખબર નથી કે ઓસામા બિન લાદેન એબોટાબાદમાં રહે છે. ઇમરાને કહ્યું, "જ્યાં સુધી હું જાણું છું, પાકિસ્તાની સૈન્ય પ્રમુખ આઈએસઆઈને એબોટાબાદ વિશે કશું જ ખબર નહોતી. જો કોઈને ખબર હોય તો તે કદાચ નીચલા સ્તરે હશે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More