Home> India
Advertisement
Prev
Next

EXCLUSIVE: ભારત સામે પાકિસ્તાન રચી રહ્યું છે ષડયંત્ર, ખરીદશે GPS Guided Mortar

પાકિસ્તાની સેના દુનિયાના કેટલાક દેશો પાસે આધુનિક માનવામાં આવતું જીપીએસ માર્ગદર્શિત મોર્ટાર ખરીદવાની તૈયારીમાં લાગ્યું છે. તેનાથી તે સીમા પર હાજર આપણા જવાનોને નિશાન બનાવી શકે છે.

EXCLUSIVE: ભારત સામે પાકિસ્તાન રચી રહ્યું છે ષડયંત્ર, ખરીદશે GPS Guided Mortar

નવી દિલ્હી: તમે ઘણી વખત ભારત પાકિસ્તાન બોર્ડર પર બંને દેશોની સેનાઓ તરફથી ઉપયોગ કરવામાં આવતી આર્મ મોર્ટાર વિશે સાંભળ્યું હશે. પરંતુ હવે પાકિસ્તાન ભારતની સામે મોટું ષડયંત્રને અંજામ આપવાનો પ્રયત્નમાં લાગી ગયું છે. પાકિસ્તાની સેના દુનિયાના કેટલાક દેશો પાસે આધુનિક માનવામાં આવતું જીપીએસ માર્ગદર્શિત મોર્ટાર ખરીદવાની તૈયારીમાં લાગ્યું છે. તેનાથી તે સીમા પર હાજર આપણા જવાનોને નિશાન બનાવી શકે છે.

fallbacks

વધુમાં વાંચો: ચીનની ચાલનો હવે 'બોગીબીલ બ્રિજ'થી મળશે જવાબ, કેટલાક કલાકમાં જ સેના પહોંચશે સરહદ પર

આ મોર્ટારની સૌથી ખાસ વાત એ છે કે જીપીએસની મદદથી દુશ્મન દેશની સેનાઓ પર અચૂક નિશાન લગાવી શકાય છે. સૂત્રોથી મળતી જાણકારી અનુસાર પાકિસ્કાતાની સેના આ મોર્ટારને ખરીદવા માટે તેમના દુતાવાસની મદદ લઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે આ મોર્ટારની ટેક્નોલોજી કેટલાક યૂરોપીયન દેશોની સાથે સાથે ચીનની પાસે પણ છે. જોકે ચીન પાસે મોર્ટારના વિશેમાં વધારે જાણકારી ઉપલબ્ધ નથી.

વધુમાં વાંચો: સબરીમાલા મંદિરઃ પૂજા કર્યા વગર જ પાછું ફર્યું મહિલાઓનું જૂથ, શ્રદ્ધાળુઓનો ભારે વિરોધ

રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીના જાણાવ્યા અનુસાર જીપીએસ માર્ગદર્શિત મોર્ટારની સોથી ખાસ વાત એ છે કે જીપીએસની મદદથી નક્કી કરવામાં આવેલા મોર્ટારના ટાર્ગેટને હીટ કરતા પહેલા દિશામાં પરિવર્તન એટલે કે કોર્સ સુધારણા કરી શકાય છે. જેનાથી આ મોર્ટારની ફાયર ક્ષમતા વધી જાય છે. મળતી જાણકારી અનુસાર જીપીએસની મદદથી ઓછામાં ઓછા ટારગેટમાં વધારે રિઝલ્ટ મળે છે.

વધુમાં વાંચો: 14 વર્ષના અર્જુન ભાટીએ યુએસ કિડ્સ વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી રચ્યો ઈતિહાસ

જોવામાં આવે તો દુનિયા ભરના દેશોની સેનાઓ અલગ અલગ રેંજના મોર્ટારનો ઉપયોગ કરે છે. આ મોર્ટારની રેંજ 100 મીટરથી લઇને લગભગ 5 કિ.મી સુધીની હોય છે. જીપીએસ માર્ગદર્શિત મોર્ટારનો ઉપયોગ અમેરિકાની સેનાએ આફગાનિસ્તાનમાં તાલિબાની આતંકિઓને સ્થળો પર પણ કર્યો હતો. આ મોર્ટારે તાલિબાની આતંકિઓ પર ખૂબ ચોક્કસ નિશાન લગાવ્યું હતું. એવામાં ઘણા લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવતા મોર્ટારની ટેક્નોલોજીમાં સતત ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે તે પહેલા કરતા પણ અત્યારે વધુ ઘાતક થઇ ગયા છે.

વધુમાં વાંચો: પુણેની આ દિકરીએ દુનિયામાં વગાડ્યો ભારતનો ડંકો, સાઈકલ પર સૌથી વધુ ઝડપે કર્યું વિશ્વભ્રમણ

કેટલાક જાણકારાના જણાવ્યા અનુસાર મોર્ટાર એવી પણ જાણકારી લગાવી શકે છે કે ટાર્ગેટ પર હુમલો કરવો છે બીજા કોઇ પર નહીં. પાકિસ્તાની સેનાની પાસે આવા મોર્ટાર હોવાથી તેનો ઉપયોગ સીમા પર રહેલી ભારતીય સેના અને બીએસફના બંકર પર પણ કરી શકે છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More